Loading Please Wait !!!
`હેલ્ધી વોટર' આલ્કલાઈનમાં પણ ગરબડ?

  • વડોદરામાં આલ્કલાઈન વોટર કંપનીમાં FSSAIનો દરોડો
  • આલ્કલાઈનના નામે વેંચાતી પાણીની બોટલનું પાણી પીવાલાયક નથી
  • પાણીમાં કાળા કણો મળતા હડકંપ : 32 લાખનો આલ્કલાઈન વોટરનો જથ્થો જપ્ત

સિટી ન્યૂઝ@વડોદરા: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અલ્કલાઇન વોટર બનાવતી એક કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં આવેલી કંપનીમાં તપાસ દરમિયાન અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવતા અધિકારીઓએ તાત્કાલિક દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કંપની દ્વારા વેચાતી પાણીની બોટલોના પેકિંગ પર પ્રોડક્ટનું યોગ્ય નામ દર્શાવવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, પાણીના સેમ્પલમાં કાળા કણો જોવા મળતા આરોગ્ય સુરક્ષાને લઈને ચિંતા ઉભી થઈ હતી. આ ઘટનાને પગલે ફૂડ વિભાગે તાત્કાલિક નમૂનાઓ લેબ ટેસ્ટ માટે મોકલ્યા હતા. લેબોરેટરી રિપોર્ટમાં પાણીમાં કેટલાક બિનજરૂરી અને માનવ આરોગ્ય માટે યોગ્ય ન ગણાતા તત્વો મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે FSSAIએ કંપની સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે.

દરોડા દરમિયાન અધિકારીઓએ અંદાજે રૂ.31.61 લાખનો અલ્કલાઇન વોટરનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ ઉત્પાદન અને પેકિંગ પ્રક્રિયાની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું કે ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સહન કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવાશે.