Loading Please Wait !!!
કલ્યાણપુર તાલુકા કક્ષાએ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

સીટી ન્યૂઝ@કલ્યાણપુર

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની તાલુકા કક્ષાની ઉજવણી આજે કલ્યાણપુર તાલુકામાં યોજાશે. આ કાર્યક્રમ સવારે ૬:૦૦થી ૮:૦૦ વાગ્યા દરમિયાન ભાટીયા ખાતે આવેલ શ્રી એલ.એન.પી. સ્કૂલ એન્ડ હોસ્ટેલ, સ્ટેશન રોડ ખાતે યોજાશે. સ્વસ્થ જીવન માટે યોગ થીમ આધારિત કાર્યક્રમમાં તાલુકા વિવિધ ગામોમાંથી નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મહિલા મંડળો, યુવા મંડળો અને યોગપ્રેમીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે.

આયોજકોના જણાવ્યા મુજબ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમ દરમિયાન સામૂહિક યોગાભ્યાસ તેમજ યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તાલુકા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમમાં તમામ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.