કોઠારીયા કોલોનીમાં 75 વૃક્ષ છેદન અને વોકળા મુદ્દે ધરણાં
- કમિશનરનો લેખિત જવાબ નહીં મળે તો દર મહિને ધરણાં કરવાની ચીમકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચેના વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશનના પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. અંદાજે રૂ.૪ર કરોડના બને પ્રોજેક્ટમાં વૃક્ષ છેદન અને વોકળા પર બાંઘકામની આશંકા વ્યક્ત કરી કોઠારીયા કોલોની સુવા મુપ તથા સ્થાનિક નાગરિકોએ નેટેશ્વર ધામ સામે ધરણાં યોજ્યાં હતાં.
આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ૭ ઓગસ્ટે તેમજ કમિશનર અને સિટી ઇજનેરને ૧૨ ઓગસ્ટે લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ લેખિત જવાબ મળ્યો ન હોવાનો આક્ષેપ યુવા ગુપે કર્યો છે. જેના પગલે જાગૃત નાગરિકો, પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા ધરણાં યોજાયા હતા. મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી રામધુન સાથે વિરોધ નોંધાવ્યો હતો.
જાગૃત નાગરિક ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ સ્થળે કુલ ૭૫ જેટલા વૃક્ષોને નંબર આપવામાં આવ્યા છે. તેમાંથી કેટલા અને કયા વૃક્ષોનું છેદન કરવામાં આવશે તેની સ્પષ્ટતા કમિશનર લેખિતમાં કરે તેવી માંગ છે. સાથે જ સિટી ઇજનેર દ્વારા બોક્સ કલવર્ટનું બાંધકામ કર્યા બાદ વિસ્તારમાં વરસાદી પાણી નહીં ભરાય તેની ખાતરી પણ લેખિતમાં આપવામાં માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કોમ્યુનિટી હોલથી માત્ર અકઘા કિલોમીટરના અંતરે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાચોદદાસજી બાપુ હોલ પહેલેથી જ કાર્યરત છે. તેથી નવા હોલની જરૂરિયાત અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ધરણાં દરમિયાન પર્યાવરણપ્રેમીઓએ ૭૫ વૃક્ષો, જો જંગલ તો થશે દંગલ, વરસાદી પાણી અહાવું શું વાંક? સહિતના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું હતું કે વિકાસ સામે વિરોધ નથી, પરંતુ વિકાસના નામે વૃક્ષ કાપવા અને વોકળો બંધ કરવાની કામગીરી સામે વિરોધ છે.
સુવા મુપે જણાવ્યું હતું કે કમિશનર તરફથી લેખિત જવાબ નહીં મળે તો દર મહિને આ રશણે ધરણાં જોવવામાં આવશે. જરૂર પડશે તો આસપાસના અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકો સાથે રાજીને વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ધરણાંમાં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, હબીબભાઈ કટારીયા, કમલેશભાઈ જોટેગીયા, મગનભાઈ પટેલ, એડવોકેટ ઈન્દુબા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, નુતબા ઝાલા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિકો અને મહિલાઓ જોડાયા હતા.