Loading Please Wait !!!
લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપની ‘મેન્ડેટ’ ફોર્મ્યુલા ફેલ: ડખ્ખો મોટો છે!

  • ૧૩ ડિરેક્ટર પદ માટેની જૂથમાં બે થી લઈને ચાર ફોર્મ ભરાયા
  • ડિરેક્ટર પદ માટે સરધારમાંથી નિતિન ઠાકિયા, ખીરસરા જૂથમાંથી નરેન્દ્રસિંહ જાડેજા બિન હરીફ થયા
  • સહકારી ક્ષેત્રના મોટા નેતાઓ અંદરખાને જબરદસ્ત ખેંચતાણ

સિટી ન્યૂઝ@રાજકોટ

એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એટલે રાજકોટ લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી આગામી ૮ સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે, તેવી છેલ્લી ઘડી સુધી સહકારી નેતાઓએ વાતો ચલાવી હતી.

જો કે મેન્ડેટ આવે એ પહેલા સાત ફોર્મ ભરાતા હતા અને જૂથવાદ ચરમસીમાએ આવી જતા ભાજપના આંતરિક જૂથવાદમાં ડાવવામાં સફળતા ન મળતા મેન્ડેટ પાટીલ સમયથી શરૂ થયેલી મેન્ડેટ પ્રથાને તોડી આજે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક તમામને ફોર્મ ભરવા માટે સૂચના આપી છે. ત્યારે હવે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણી બિનહરીફ થશે કે કેમ તે જોવું મહત્વ્નું રહેશે અને ચૂંટણી યોજાઈ તો ક્યાં નેતાનું પલડું ભારે રહેશે તો તે મોહત્વપૂર્ણ રહેશે.

ચૂંટણી માટે છેલ્લા ઘણા સમયથી જિલ્લાના મોટા નેતા અને બે પૂર્વ મંત્રી જયેશ રાડિયા અને અરવિંદ રૈયાણી વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે અને બંને નેતા દ્વારા ચેયરમેન પદ માટે છેલ્લી ઘડી સુધી લોબિંગ કરવામાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે અને તેમાં આ વખતે અરવિંદ રૈયાણીના સમર્થનમાં પ્રદેશના મહામંત્રી પ્રશાંત કોટારો ટેકો આપ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે અરવિંદ રૈયાણીએ પાર્ટીના નિર્ણય સાથે હોવાનો દાવો કરી કોઈ જૂથવાદ ન હોવાનું જણાવી રહ્યા છે. તેઓ કહે છે કે જયેશ રાડિયા જિલ્લાના સહકારી નેતા છે અનેનેતૃત્વ માટે આદર છે. ભૂતકાળમાં પણ બળવો નથી કર્યો અને આગળ પણ કોઈ દિવસ નહીં કરું કહી પાર્ટીના નિર્ણયને હંમેશા. શિરોમાન્ય ગની આગળ કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઘર હોય ત્યાં વાસણ ખખડતા હોય છે.

કોઈ જૂથવાદ છે નહીં અમે બધા એક છીએ. સહકારી સંસ્થાઓમાં પણ હવે પાર્ટી દ્વારા સેન્સ લેવામાં આવે છે અને ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. અમારી સંસ્થાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા અબ્દ આજે મેન્ડેટ આપવામાં આવશે અને પાર્ટીના આદેશ મુજબ ઉમેદવારો ચૂંટણી લડશે. મોટા ભાગે બિનહરીફ જ થશે કોઈ મતદાન નહિ યોજાઈ ચૂંટણીની બિનહરીફ થાય તો માટે અમાસ અને પાર્ટીના પૂર પ્રયત્નો થશે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ હોલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં ભાજપો વર્ગ ચાલાતો હોવાથી પ્રદેશના નેતાઓ દ્વારા મેન્ડેટ આપવામાં આવેલ નથી અને તમામને ચૂંટણી માટે ફોર્મ ભરવા સૂચના આપી છે. ૭૧ સભ્યો પૈકી ૫૯ ભાજપના જ સભ્યો છે અને ૨ કોંગ્રેસના સભ્યો છે ત્યારે આજે પાર્ટીએ તમામને ફોર્મ ભરવા પરવાનગી આપી છે અને આગળ કોઈ નિર્ણય કરવામાં આવશે કે કેમ તે અંગે પંપ પ્રદેશ ભાજપએ કોઈ સ્પષ્ટતા કરી નથી. આગામી દિવસોમાં ચોક્કસ ૧૫ લોકોને दावेદારી માટે કહેવામાં આવશે કે પછી તમામને ચૂંટણી લડવા સૂચના આપી જેના વધુ હોય તે જીત મેળવશે. પરંતુ આપણાં જીત પ્રમુખના એ નિવેદની છેલ્લી ઘડી સુધી મેન્ડેટની રાહ જોતા નેતાઓમાં પણ ક્યાંક પ્રદેશ ભાજપની મેન્ડેટ પ્રથા તૂટી ગઈ હોવાનો ગણગણાટ શરૂ થઈ થઇ ચુક્યો છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા હેઠળ સંઘ સાથે જોડાયેલી મંડળીના મત જૂથમાંથી ૧૫ અને વ્યક્તિગત જૂથમાંથી ૧ એમ કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી આગામી ૮ સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે.