હવે જમીન ફાળવણી માટે ગાંધીનગરના ધક્કા બંધ : મુખ્યમંત્રીનો માસ્ટરસ્ટ્રોક
- જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવશે
- જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તા મર્યાદામાં વધારો કરાયો
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે હંમેશા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા સાથે વહીવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈને મુખ્યમંત્રીએ સરકારી જમીન ફાળવણી કામગીરી ઝડપી બનાવવા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદા વધારી આપી છે. મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર, જિલ્લા કલેક્ટરોની સત્તામર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે તેમાં: રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશનોને ૨ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની નાણાકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૧ કરોડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિભાગોને (જાહેર
હેતુ) માટે ૧ હેક્ટર સુધીની જમીન માટે નાણાકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે. (સરકારી કર્મચારી/વ્યક્તિગત) રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે. સહકારી ગૃઢ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાકીય સત્તામર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે. વ્યાપારિક હેતુ માટે (કરાજીથી) જમીન ફાળવણીની નાણાકીય સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરાઈ છે. સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓઃ સત્તામર્યાદા રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ સુધી વધારવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામાં જે વધારો કરવામાં આવ્યો છે.