નાગેશ્વર જમીનકાંડ ટ્રસ્ટ બરખાસ્તની માંગ
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ વિરુદ્ધ વધુ એક રજુઆત
સરકારી જમીન પર 41 વર્ષથી કબજો: 21 કબજેદારો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા ગાંધીનગરમાં લેખિતમાં રજૂઆત
સિટી ન્યૂઝ@દ્વારકા
નાગેશ્વર ગામની સર્વે નં. ૧૧૬, ૧૨૩, ૧૨૪ ની સરકારી જમીન પર છેલ્લા ૪૦ વર્ષથી ગેરકાયદેસર કબજો કરીને ખાનગી ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ અંગે કાયદા વિભાગ, ચેરિટી લીગલ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર ખાતે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ અંતર્ગત કાર્યવાહી કરવા તા. ૨૯.૧૧.૨૦૨૫ ના રોજ અરજી નં. ૪૨૭૦૧૨૫૦૦૦૪૬૫૩ થી ફરિયાદ કરવામાં આવેલ છે. સાથે જ દ્વારકાના પ્રાંત અધિકારીએ તા. ૦૮.૦૧.૨૦૨૬ ના કરેલ કરેલ હુકમમાં આ વિવાદિત જગ્યા સરકારી જગ્યા હોવાનું ફલિત થયુ છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજકોટ અને અમદાવાદના ચેરિટી કમિશનર કચેરીના અધિકારીઓએ આ ટ્રસ્ટને એકતરફી ઓર્ડર આપીને મદદ કરી છે. જેના કારણે સરકારને કરોડોનો નુકસાન થયું છે.
ફરિયાદીએ તા. ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ રજૂઆત કરીને માંગ કરી છે કે સંયુક્ત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ ની કલમ-૪૧ હેઠળ હાલના ટ્રસ્ટી મંડળને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે. સોમનાથ અને અંબાજી મંદિરની જેમ નાગેશ્વર મંદિરનો વહીવટ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સરકારી સમિતિને સોંપવામાં આવે.
આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદી પરેશભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા ફરિયાદ સાથે અરજીની નકલ, નોટિસની નકલ, ૮/૧૨ ની નકલ અને અન્ય પુરાવાઓ પણ જોડવામાં આવ્યા છે. આમ હવે આ મામલો ફરી વખત ગરમાતા નવાજૂનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે.
ફરિયાદ મુજબ કરોડો રૂપિયાની કિંમત ધરાવતી સરકારી જમીન પર A-૨૩ નંબરનું ખાનગી ટ્રસ્ટ છેલ્લા ૪૦ વર્ષથી ચલાવવામાં આવે છે.
-
ગિરધરભારથી લીલાભારથી ગોસ્વામિ
-
જ્યોત્સનાબેન જી. ગોસ્વામિ
-
મહેન્દ્રભારથી લીલાભારથી ગોસ્વામિ
-
શૈલેષભારથી લીલાભારથી ગોસ્વામિ
-
રેખાબેન એમ. ગોસ્વામિ
-
ભૂમિબેન એમ. ગોસ્વામિ
-
આરતીબેન એમ. ગોસ્વામિ
-
કિરણબેન એમ. ગોસ્વામિ
-
અશ્વિનીબેન એસ. ગોસ્વામિ
-
પ્રિયંકાબેન એસ. ગોસ્વામિ
-
પૂર્વિબેન એસ. ગોસ્વામિ
-
અંકિતાબેન એસ. ગોસ્વામિ
-
નિલેષભારથી એન. ગોસ્વામિ
-
રેખાબેન એન. ગોસ્વામિ
-
જયશ્રીબેન એન. ગોસ્વામિ
-
નેહાબેન એન. ગોસ્વામિ
-
નિકિતાબેન એન. ગોસ્વામિ
-
ચંદનભારથી એન. ગોસ્વામિ
-
નેહાબેન સી. ગોસ્વામિ
-
નિકિતાબેન સી. ગોસ્વામિ
-
ધારાબેન સી. ગોસ્વામિ
આ ૨૧ લોકોએ સરકારી જમીન પર ખાનગી ટ્રસ્ટ વડે ગેરકાયદે કબજો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.