Loading Please Wait !!!
અંબાજી મંદિરના મહારાજનું નટેશ્વર ધામ ખાતે ભાવભેર કરાયું સ્વાગત

  • મહારાજ તરફથી ભક્તજનોને રક્ષા પોટલી, કુમકુમ, પ્રસાદ અને માતાજીની ચુંદડી પ્રસાદ રૂપે અપાયા
  • પર્યાવરણ પ્રેમી આંદોલન ચલાવતા ગજેન્દ્રસિંહ ઝાલા નું પણ મહારાજ દ્વારા કરવામાં આવ્યું સમાન

 સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના કોઠારીયા કોલોની ખાતે અંબાજી મંદિરના મહારાજ લક્ષ્મીરામ મહારાજ પધારતાં કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નટેશ્વર ધામ ખાતે તેમનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નટેશ્વર મંદિરના પ્રમુખ સુરુબા જાડેજાએ ઓઢાડી સમાન કર્યું હતું, આ પ્રસંગે મહારાજને ફૂલહાર, પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સમાન કર્યું હતું. આ પ્રસંગે કોઠારીયા કોલોનીની સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો મહારાજના આશીર્વચન લેવા ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી મંદિરના મહારાજ તરફથી ઉપસ્થિત ધર્મપ્રેમી ભક્તોને રક્ષા પોટલી, કુમકુમ, પ્રસાદ અને માતાજીની ચુંદડી પ્રસાદરૂપે અર્પણ કરવામાં આવી હતી. મહારાજે આ પ્રસંગે વૃક્ષોનો જતનનું મહત્વ સમજાવતાં વડ, પીપળા અને ઉંબરો સહિતના વૃક્ષોના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કોઠારીયા કોલોની વોર્ડ નંબર ૧૪માં વિકાસના નામે વૃક્ષો કાપવાની પ્રક્રિયા સામે મોરચો અને ચાલે યુવા સુપુના નેજા હેઠળ પર્યાવરણપ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. આ અંતર્ગત થાણી વગાવવા, ધરણાં સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાનગરપાલિકા કમિશનર અને શાસકોને સદ્બુદ્ધિ મળે તે માટે પ્રાર્થના સભા પણ યોજાાઈ હતી.

આ પર્યાવરણ આંદોલનના પ્રણેતા અને કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાનું અંબાજી મંદિરના લક્ષ્મીરામ મહારાજ દ્વારા બાળ હનુમાનની મૂર્તિ આપી સમાન કરવામાં આવ્યું હતું. મહારાજે આંદોલનમાં જોડાયેલા સૌને હનુમાનજી બળ આપે તથા તેઓ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સતત જોડાયેલા રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં સુરુબા જાડેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, મનોજભાઈ ચૌહાણી, મહેન્દ્રસિંહ જાડેજા, નટવરસિંહ સરપૈયા, ભગતસિંહ જાડેજા, ધીુભાઈ, ફતેસિંહ જાડેજા, ચેતનભાઈ સોલંકી, મહેશભાઈ ચૌતલીયા, ધનરાજસિંહ જાડેજા, ઉપમન્યુ ભટ્ટ, મનીષભાઈ કવા, સાગરભાઈ રાઠોડ, અમિતભાઈમેહતા, શક્તિસિંહ સહિતના આગેવાનો તથા ધુપદબા જાડેજા, જસુબા વાંક, રસ્મિતાબેન મહેતા, જયશ્રીબેન વસાણી, જ્યોતિબેન કથરેચા સહિત બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.