પદધરી કોલેજના આચાર્યની ગેરહાજરી સામે વિદ્યાર્થી નેતાની લેખિતમાં રજૂઆત
- પદધરી કોલેજના આચાર્યની ગેરહાજરી સામે વિદ્યાર્થી નેતાની લેખિતમાં રજૂઆત
- નિખીલ ભોજાણીએ આચાર્ય સામે વિવિધ આક્ષેપો કરી તપાસની માંગ કરી, કોલેજના પાયાના પ્રશ્નો પણ ઉકેલવા રજૂઆત
સિટી ન્યૂઝ@પદધરી
કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પદધરીના આચાર્ય ડૉ. કમલ છાયા કોલેજમાં નિયમિત હાજર રહેતા ન હોવા સહિતના મુદ્દે વિદ્યાર્થી નેતા નિખીલ ભોજાણીએ લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે. રજૂઆતમાં કોલેજના વહીવટ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો અને નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.
નિખીલ ભોજાણીના જણાવ્યા મુજબ, આચાર્યની ગેરહાજરી અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમના આક્ષેપ મુજબ, આચાર્ય ક્યારેક પગાર બિલની કામગીરી સમયે હાજર રહે છે અથવા રાજકોટથી સહી કરીને પરત જતા રહે છે. આચાર્યની ગેરહાજરીના કારણે કોલેજની વહીવટી વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ પર અસર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કાગળ માટે કોલેજની મુલાકાત લે ત્યારે આચાર્ય ઘણી વખત ગેરહાજર જોવા મળે છે. આ અંગે જવાબદાર અધ્યાપકોને પૂછતાં ક્યારેક મેડિકલ રજા અથવા ગાંધીનગર કચેરીના કામનું કારણ આપવામાં આવતું હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. જો મેડિકલ રજા હોય તો નિયમ મુજબ ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસની માંગ કરાઈ છે.
કોલેજમાં બહેનોના બાથરૂમ, પાણીની સમસ્યા, તૂટેલા બાથરૂમના દરવાજા તેમજ વિદ્યાર્થીઓના વિષય સંબંધિત પ્રશ્નો સહિતની રજૂઆતો પડતર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, આ પ્રશ્નો રજૂ કરતાં વિદ્યાર્થીઓને ફંડ મંજૂર કરવા અંગે જવાબ આપવામાં આવ્યો છે તે ત્યારે આચાર્ય ઘણું વખત ગેરહાજર જોવા મળ્યા છે. આ અંગે જવાબદાર અધ્યાપકોને પૂછતાં ક્યારેક મેડિકલ રજા અથવા ગાંધીનગર કચેરીના કામનું કારણ આપવામાં આવતું હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. જો મેડિકલ રજા હોય તો નિયમ મુજબ ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસની માંગ કરાઈ છે.
કોલેજમાં બહેનોના બાથરૂમ, પાણીની સમસ્યા, તૂટેલા બાથરૂમના દરવાજા તેમજ વિદ્યાર્થીઓના વિષય સંબંધિત પ્રશ્નો સહિતની રજૂઆતો પડતર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, આ પ્રશ્નો રજૂ કરતાં વિદ્યાર્થીઓને ફંડ મંજૂર કરવા અંગે જવાબ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થી પ્રવેસ ઉત્સવ અને પ્લેસમેન્ટ જેવા કાર્યક્રમોમાં પણ આચાર્યની ગેરહાજરી રહેતી હોવાનો દાવો રજૂઆતમાં કરવામાં આવ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં આચાર્ય માત્ર ૧ થી ૨ દિવસ કોલેજમાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
TA-DA અને અન્ય નાણાકીય વ્યવહારોની તપાસની માંગ
આચાર્ય સામે નાણાકીય વ્યવહારો અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રજૂઆત મુજબ, દર મહિને રૂ.૨૫ હજારથી રૂ.૩૦ હજારના ખોટા TA-DA બિલ મૂકવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. પદધરી હેડક્વાર્ટર હોવા છતાં ગાંધીનગરના પ્રવાસ અંગે TA-DA મેળવવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. કોલેજમાં વિવિધ ગ્રાન્ટમાંથી થતા ખર્ચ, ઓનલાઈન વિશેષ લેક્ચર, પરીક્ષામાં ચીફ સુપરવાઈઝર તરીકેની રકમ તથા કોલેજની વિવિધ ખરીદીમાં થયેલા નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. નિખીલ ભોજાણીએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી હકીકત બહાર લાવવા તેમજ કોલેજના વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. સાથે જ આચાર્ય નિયમિત કોલેજમાં હાજર રહે અથવા જવાબદારી નિભાવી ન શકતા હોય તો રાજીનામું આપે તેવી સ્થાનિક સ્તરે માંગ ઉઠી હોવાનો ઉલ્લેખ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.