જ્યોતિષ જયપ્રકાશ માઢકે કહ્યું : 31 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે મેઘરાજ આક્રમક મૂડમાં જોવા મળશે
- વરસાદને લઈને જ્યોતિષો શું કરે છે આગાહી
- ગ્રહોની સ્થિતિના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી શકે છે : રાજ્યના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી શકે છે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
અમરેલીના પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઠકે ગુજરાતમાં વરસાદને લઈને એક મોટી અને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી લો-પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં વધુ એક ભારે વરસાદી રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરે તેવા સંકેતો મળી રહ્યા છે.
ગ્રહો અને નક્ષત્રોનું પરિવર્તનજ્યોતિષીય ગણતરી મુજબ, આગામી ૧ થી ૩ ઓગસ્ટ વચ્ચે મંગળ અને શુક્ર ગ્રહોનું ગોચર થવા જય રહ્યું છે. તથા આશ્લેષ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થશે તેથી ગ્રહો અને નક્ષત્રોના સ્થાનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. આ ગ્રહ
ગોચર ગુજરાતમાં અનરાધાર વરસાદ લાવવા માટે સૌથી મહત્વનું પરિબળ સાબિત થશે. ગ્રહોની આ સ્થિતિના કારણે મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળશે અને રાજ્યના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી શકે છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એલર્ટજયપ્રકાશ માઠકની આગાહી મુજબ, આગામી ૩૧ જુલાઈથી ૩ ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને પડોશી રાજ્ય રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ દિવસો દરમિયાન અત્યંત ભારે વરસાદ ઝાબકી શકે છે, જેથી સ્થાનિક લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
- અંબાલાલ પટેલે શું કહ્યું
- 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી
- એક સાથે 5 વરસાદી સિસ્ટમોને કારણે છોતરાફાડ વરસાદ થશે પૂર આવશે ?
સિટી ન્યૂઝ@ગાંધીનગર
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં સક્રિય બનેલી પાંચ વરસાદી સિસ્ટમોના કારણે આગામી ૪૮ કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે ૩૦ જુલાઈથી ૩ ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનતાં સચવાણા અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પણ નોંધાઈ શકે છે. રાજ્ય પર એકસાથે ૫ વરસાદી સિસ્ટમો અસરમાં જોવા મળી રહી હોવાનું જણાવતા અંબાલાલ પટેલે કહ્યું કે તેના કારણે વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ૩૦ જુલાઈથી ૩
ઓગસ્ટ વચ્ચે સિસ્ટમ વધુ મજબૂત બનતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં કુલ વરસાદનું પ્રમાણ ૩થી ૨૦ ઈંચ સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. નદી-નાળાઓમાં પાણીની આવક વધવાની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ૮ ઓગસ્ટની આસપાસ બંગાળના ઉપસાગરમાં વધુ એક વરસાદી સિસ્ટમ સર્જાઈ શકે છે. આ સિસ્ટમ સક્રિય બન્યા બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ મજબૂત બનવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પછી ૧૪ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.