Loading Please Wait !!!
રાજકોટમાં વિડિઓ વાયરલ થતાં જાહેરનામાં ભંગનો પ્રથમ ગુનો

નંબર વગરની કારમાં ફ્યુલ ભરી આપનાર ફીલરમેન અને કાર ચાલકની અટકાયત

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરબંબર પ્લેટમાં છેડછાડ અથવા નંબર વગરના વાહનોમાં પેટ્રોલ કેડીઝલ પૂરવા પર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું છતાં એક પેટ્રોલ પંપમાં ફીલરમેને નંબર વગરની કારમાં ઈંધણ પૂરતો હોવાનો વીડિયો વાયરલ થતાં ભક્તિનગર પોલીસે ફીલરમેન અને કાર ચાલકને પકડી પાડી જાહેરનામા ભંગ કરવા અંગેનો પ્રથમ ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયામાં એક પેટ્રોલ પંપમાં કાળા કલરની નંબર વગરની ફેટા કારનો ચાલક ઈંધણ પૂરાવી કાર લઈ નાસી જતા તેને નો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નરની સૂચનાથી ભક્તિનગર પોલીસે આવીડિયો વેરિફાઈ કરી માહિતી મેળવતા ડેબર રોડ પર આવેલા ભાડલાવાળા પેટ્રોલ પંપનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પંપના સીસી ટીવી ફ્રેજ અને ટેક્નીકલ સોર્સની મદદથી વીડિયોમાં દેખાતી ફેટા કારનો ચાલક જયભાણા ઉદયભાણા ગઢવી અને પંપનો કર્મચારી પંકજસિંહ કૈંયાસિંહ (રહે. રાણીમા રૂડીમાં ચોક આ.મ.સી. ક્વાર્ટર્સમાં) ને પકડી પાડી જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો દાખલ કરી કાર કબજે કરી હતી. રાજકોટના ડેબર રોડ પર આવેલ ભાડલાવાળા પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગરની કારમાં ઈંધણ પૂરવામાં આવતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. જાહેરનામા ભંગ બદલ ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી કારચાલક અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભક્તિનગર પોલીસની ટીમે સીસીટીવી અને ટેક્નિકલ સોર્સના આધારે ગણતરીના કલાકોમાં જ ફેટા કારચાલક જયભાણા ઉદયભાણા ગઢવી અને પેટ્રોલ પંપ કર્મચારી પંકજસિંહ કૈંયાસિંહને શોધી બંને સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરી છે અને કાળા રંગની ફેટા કાર ડિટેઈન કરાઈ છે.