સાંઠીયા પુલ પાસેના સાઈન બોર્ડ જ વાહનચાલકોને ગેરમાર્ગે દોરે છે?
- દિશાસૂચક બોર્ડની તાત્કાલિક ચકાસણી કરી ભૂલ હોય તો સુધારવાની મયુર શાહની માંગ
- પ્રજાને માર્ગદર્શન આપતા બોર્ડ જ પ્રજાને ગેરમાર્ગે દોરે નહીં તે માટે તંત્રએ તકેદારી રાખવી જોઈએ, તેવી માંગ સાથે મયુર શાહે તંત્રનું ધ્યાન દોર્યું છે.
- આજી ડેમ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં વાહનચાલકોને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવા માટે લગાવવામાં આવતા સાઈન બોર્ડ જ જો ગેરમાર્ગે દોરે તો તેની જવાબદારી કોની? તેવો સવાલ શહેર કોંગ્રેસના મંત્રી મયુર શાહે ઉઠાવ્યો છે. નવા બનેલા સાંઠીયા પુલ નજીક લગાવવામાં આવેલા કેટલાક દિશાસૂચક બોર્ડને લઈને વાહનચાલકોમાં મૂંઝવણ સર્જાઈ રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પ્રજાને માર્ગદર્શન આપવાના હેતુથી લગાવવામાં આવેલા બોર્ડ જ જો ભ્રમ ઉભો કરે તો ટ્રાફિક વ્યવસ્થા વધુ મુશ્કેલીભરી બની શકે છે.
મયુર શાહે જણાવ્યું હતું કે સાંઠીયા પુલનો મુખ્ય હેતુ રાજકોટ શહેરના ટ્રાફિકને સરળ અને ઝડપી બનાવવાનો છે. પુલના લોકપણ બાદ અર્થાથી મોટી સંખ્યામાં વાહનો પસાર થવાથી દિશાસૂચક બોર્ડની ચોકસાઈ અત્યંત મહત્વપૂર્ણ છે. વાહનચાલકને કયા માર્ગે જવું અને કઈ દિશામાં વળવું તેની સ્પષ્ટ માહિતી ન મળે તો ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે અને અકસ્માતનું જોખમ પણ વધી શકે છે.
તેમને વધુમાં જણાવ્યું કે સરકારી તંત્ર દ્વારા સાઈન બોર્ડ લગાવવામાં આવે ત્યારે રાજકોટના ભૌગોલિક માર્ગો, મુખ્ય ચોક, આસપાસના વિસ્તારોની કનેક્ટિવિટી તેમજ વાસ્તવિક ટ્રાફિક મૂવમેન્ટનો પૂરતો અભ્યાસ થવું જરૂરી છે. જો કોઈ સ્થળે ઉતાવળમાં અથવા રાજકીય દબાણના કારણે બોર્ડ લગાવવામાં આવ્યા હોવાની ચર્ચા હોય તો તંત્રએ તેની પાંચબીરથાર્થી તપાસ કરવી જોઈએ. ધારાસભ્ય હોય કે અન્ય કોઈ જાહેર પ્રતિનિધિ, પ્રજાની સુવિધા ફરતાં વ્યક્તિગત પ્રસિદ્ધિ કે રાજકીય દેખાવાને પ્રાધાન્ય ન મળવું જોઈએ.
મયુર શાહે માંગ કરી છે કે સાંઠીયા પુલ નજીક તેમજ પુલ સાથે જોડાતા તમામ મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલા દિશાસૂચક સાઈન બોર્ડની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે. જ્યાં દિશા, સ્થળ કે માર્ગદર્શન અંગે કોઈ ભૂલ હોય ત્યાં તાત્કાલિક સુધારો કરવામાં આવે અને વાહનચાલકોને સ્પષ્ટ માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.