Loading Please Wait !!!
રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણજરીયાનું ભવ્ય સ્વાગત-સન્માન

 

જામખંભાળિયામાં બાઈક રેલી, રક્તદાન કેમ્પ અને પુસ્તક અર્પણ અભિયાનનું આયોજન; મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા

સીટી ન્યૂઝ@જામખંભાળિયા

જામખંભાળિયામાં સમસ્ત સતવારા સમાજ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તરફથી રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજરીયાના સન્માનમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સિદ્ધનાથ મહાદેવ મંદિરથી નીકળેલી બાઈક રેલીથી થઈ હતી, જેમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં સમાજજનોએ ભાગ લીધો હતો. સતવારા સમાજ વાડી ખાતે યોજાયેલા સમારોહમાં જીતેન્દ્રભાઈ કણજરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે રક્ત તુલા, વિશાળ રક્તદાન કેમ્પ અને પુસ્તક અર્પણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલા પુસ્તકો જરૂરિયાતમંદ બાળકોને અર્પણ કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમારોહમાં ગુજરાત સહિત દેશભરના સતવારા સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, સામાજિક આગેવાનો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ સમાજમાં શિક્ષણ, સંગઠન, સેવા અને એકતાને વધુ મજબૂત બનાવવા સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજક સમિતિએ સમાજજનો, રક્તદાતાઓ, સ્વયંસેવકો, પત્રકારો તેમજ પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.