Loading Please Wait !!!
રાખડી બાંધી બહેનોને મળી મોંઘવારીની રિટર્ન ગિફ્ટ: ખાંડ ડુંગળીની ભેટ આપી વિરોધ

કોંગ્રેસ આગેવાન મુંધવાએ પૂર્વ મહિલા કોર્પોરેટરને રાખડી બાંધતા ખાંડ-ડુંગળી ભેટમાં આપી
કોંગ્રેસના ભાઈઓએ બહેનને 100ની કિંમતની 1 કિલો ખાંડ અને 70 રૂપિયાની ડુંગળી ભેટ આપી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ વોર્ડ નંબર. ૧૫ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા કોંગ્રેસના રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશભાઈ બામ્ભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રક્ષાબંધનની રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનોએ પણ અનોખી રીતે રિટર્ન ગિફ્ટ આપીને રક્ષાબંધનની

ઉજવણી કરી હતી. કોમલબેન ભારાઈને ૧૦૦ની કિંમતની ૧ કિલો ખાંડ અને ૭૦ની ડુંગળી ભેટ આપી હતી. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના સમયે સતત વધી રહેલા ખાંડ અને ડુંગળીના ભાવ તરફ લોકોનું ધ્યાન દોરવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ખાંડના ભાવ વધવાથી પૅડા સહિતની મીઠાઈઓ મોંઘી બની રહી છે, જ્યારે ડુંગળીના વધતા ભાવથી

સામાન્ય પરિવારના ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.આ અનોખી રક્ષાબંધનની ઉજવણી દ્વારા મોંઘવારીને કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને બહેનો-પરિવારોને પડી રહેલી મુશ્કેલીઓનો કટાક્ષાત્મક રીતે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. રક્ષાબંધનના પવિત્ર પર્વને જનહિતના પ્રશ્ન સાથે જોડીને મોંઘવારી સામે જાગૃતિ ફેલાવવાનો આ અનોખો પ્રયાસ રહ્યો હતો.