રા.લો સંઘની ચૂંટણીમાં રાડિયાનો હાથ ઉપર ? ભાજપે એકપણ મેન્ડેન્ટ જાહેર ન કર્યું !
બળવાખોર 11 જેટલા સભ્યોએ પાર્ટીની સૂચના પહેલા જ ફોર્મ ભરી દેતા ભાજપ પણ મુંઝાયું
-
પાર્ટી હવે ફોર્મ પરત ખેંચવા માટે મથામણ કરીને ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયત્ન કરશે
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અંગે ઉમેદવારોને પસંદ કરાઈ તે પહેલા જ રાડિયા જૂથના મનાતા ૧૧ જેટલા દાવેદારોએ ફોર્મ ભરી લેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.આજે ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણી લડવા ઇચ્છુક પદ દાવેદારોને ફોર્મ ભરવા પાર્ટીએ આદેશ કરતા તમામ લોકોએ ફોર્મ ભર્યા છે.જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઠોલરિયાએ કહ્યું હતું કે પાર્ટીના આગેવાનો બીજા કામમાં વ્યસ્ત હોવાથી ૧૫ બેઠકો માટેના નામ પર
સમ્મતિ સધાઈ નથી. જેથી પાર્ટીએ હાલમાં ચૂંટણી લડવા ઇચ્છુક તમામ દાવેદારોને ઉમેદવારી ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. આગામી દિવસોમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે પાર્ટી જે નામો આપશે તે સિવાયના લોકો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે. મહત્વપૂર્ણ છે કે સહકારી ક્ષેત્રની ચૂંટણી વ્યક્તિગત રીતે લડાતી હોય છે. જો કે સી આર પાટીલ પ્રમુખ છતાં તે સમર્થનથી પાર્ટી જે નામો નક્કી કરે તે ફોર્મ ભરે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવા સમયે રાજકોટ લોધિકા સંઘમાં જે ૧૧ બનવાચોરોએ ફોર્મ ભર્યા છે તે પોતાની પાસે બહુમતી હોવાનો દાવો કરે છે. હવે ૨૮ તારીખે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે પાર્ટી કોના પર પસંદગી ઉતારે છે તે જોવાનું મહિમય રહેશે. આ તરફ ભાજપના શિબિર આગેવાન અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ દાવો કર્યો હતો કે સહકારી ક્ષેત્રમાં પાર્ટીએ મેન્ડેન્ટ આપવાનું નક્કી કર્યું છે. હું પાર્ટીને
સૈનિક છું જેથી મને પાર્ટી જે આદેશ આપશે તે મને શિરોમાન્ય છે. જો પાર્ટી મને ચૂંટણી લડવાની ના પાડશે તો હું ચૂંટણી નહિ લડું મહત્વપૂર્ણ છે કે સહકારી ક્ષેત્રમાં જયેશ રાડિયાનો દબદબો રહ્યો છે પરંતુ ઈફકોની ચૂંટણી બાદ ભાજપનો રાડિયા તરફનો ઝુકાપ ઓછો થયો છે પરંતુ આઉન્ડ લેવલે રાડિયાનો દબદબો હજુ યથાવત છે જેથી પાર્ટી મેન્ડેન્ટ ન આપે તો પણ મતદારોની બહુમતી હોવાને કારણે તેઓ મેદાને ઉતરી રહ્યા છે. રાડિયાના દાવ સામે ભાજપ પણ પોતાનો દાવો ખેંચ્યો છે અને હાલમાં કોઈ వివాદ ન થાય તે માટે તમામ દાવેદારોને ઉમેદવારી કરાવી છે.
જેથી વિવાદ શાંત કરવા સમય મળે અને હવે આગામી દિવસોમાં નારાજ અને બળવાખોર ઉમેદવારોને સમજવીને તેની પાસે ફોર્મ ખેંચાવી શકાય અને જો ચૂંટણી થાય તો ભાજપ દ્વારા કરાયેલા ઉમેદવારની હાર ન થાય.