રાજકોટમાં ગુજરાતનું મિની ઓલિમ્પિક્સ, 4000 ખેલાડીઓની મહારમોત્સવ
રીબડા ખાતે 29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી CBSE ક્લસ્ટર XIII-2026, 280થી વધુ શાળાના ખેલાડીઓ એથ્લેટિક્સ-બેડમિન્ટનમાં ઝઝૂમશે
સિટી ન્યૂઝ@રાજકોટ
સેન્ટ્રલ બોોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં ખેલાડી, શારીરિક ક્ષમતા અને રમતગમત પ્રત્યે રૂચિ વધારવાના હેતુથી અખિલ ભારતીય સ્તરે વિવિધ 'ક્લસ્ટર રમતોત્સવ'નું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ ઝોન અને વિસ્તારોની શાઓમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે છે. આ વર્ષે અત્યંત ગૌરવપૂર્ણ રીતે ગુજરાત કક્ષાના આ 'CBSE ક્લસ્ટર XIII ૨૦૨૬' મહાકુંભનું મેજબાની, યજમાનપદ કરવાનો શુભ અવસર SGVP ગુરૂકુળ રીબડાને પ્રાપ્ત થયો છે.
રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ની દિવ્ય પ્રેરણાથી તેમજ રીબડા ગુરૂકુળના સંચાલક પૂજ્ય ધર્મવત્સલદાસજી સ્વામીના કુશળ માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ SGVP ગુરૂકુળ રીબડાના પાવન આંગણે ગુજરાતના "મિની ઓલિમ્પિક્સ" તરીકે પ્રખ્યાત આ ભવ્ય સ્પર્ધાનું આયોજન SGVP સૂર્થા નેશનલ સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહી છે.
આ રમતોત્સવ તારીખ ૨૬ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ છ દિવસીય રમતોત્સવમાં મુખ્યત્વે એથ્લેટિક્સ (Athletics) અને બેડમિન્ટન (Badminton) ની વિવિધ વયજૂથ શ્રેણીઓની સ્પર્ધા યોજાશે. આ મહાકુંભમાં સમગ્ર રાજ્યની ૨૮૦ થી વધુ CBSE શાળાઓ માંથી ૪૦૦૦ થી પણ વધુ આશાસ્પદ ખેલાડીઓ ભાગ લઈ પોતપોતાની રમતગમતની અદભુત ક્ષમતાનો પરિચય કરાવશે.
પૂજનીય સંતોના આશીર્વાદ અને અંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સાથે યોજાાઈ રહેલા આ કાર્યક્રમમાં આપ બધા પધારીને ભાગ લેનાર બાળ ખેલાડીઓનો ઉત્સાહ વધારી તેમને પ્રોત્સાહિત કરશો SGVP પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.