Loading Please Wait !!!
પોલીસની દાદાગીરી મફતમાં ચા-નાસ્તો ન આપતા પોલીસે 350 ડંડા માર્યા !

  • સુરતમાં ખાખી શર્મસાર; સત્તાના દુરુપયોગનો ચોંકાવનારો કિસ્સો
  • ગલ્લામાંથી 10,000 લઈ લીધા, કેસ ન કરવા 50,000ની લાંચ માંગી
  • વેપારીએ કહ્યું પોલીસનો સ્ટાફ અવાર-નવાર આવી મફતમાં ચા-નાસ્ત કરતા મે ના પાડી તો રાતે પોલીસ ઉઠાવી ગયા
  • ગુનાના પૂરાવા નષ્ટ કરવા માટે દુકાનનું DVR પણ સાથે લઈ ગયા

સિટી ન્યૂઝ | સુરત

ગુજરાતમાં ખાખી વર્દીને શર્મસાર કરતી બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં મફતમાં ચા-નાસ્તો ન આપવા પર ડી-સ્ટાફે એક વેપારીને બેરહેમીથી માર માર્યો છે. વાયરલ વીડિયોએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

લીંબાયતમાં 'યાદવ ટી-સેન્ટર' ચલાવતા મનોજ સરોજે પોલીસ કમિશનરને કરેલી અરજી મુજબ, ડી-સ્ટાફના જવાનો રોજ ૬૦૦ થી ૭૦૦ રૂપિયાનો મફત નાસ્તો અને માવો લઈ જતા હતા. આર્થિક નુકસાન ન વેઠતા વેપારીએ પૈસા માંગતા ઉશ્કેરાયેલા પીએસઆઈ જાડેજા અને ડી-સ્ટાફે ૧૩ જુલાઈની રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં દુકાને ધસી આવી આતંક મચાવ્યો હતો.

પોલીસે કોઈ પણ વાંક વગર દુકાન પર કામ કરતા છોકરાને પકડી લીધો હતો અને બચાવવા પડેલા વેપારીને ડી-સ્ટાફ રૂમમાં ઊંધો સુડાવી પગના તળિયે ૨૫૦ થી વધુ ડંડા ફટકારી થર્ડ ડિગ્રી ટોર્ચર અપાયું હતું.

પોલીસે ગલ્લામાંથી ૧૦,૦૦૦ રોકડા કાઢી, ૫૦,૦૦૦ ની લાંચ માંગી અને પુરાવા નષ્ટ કરવા DVR બોક્સ પણ ઉખાડી લીધું હતું. ગંભીર રીતે ઘાયલ વેપારીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે (MLC કેસ નંબર ૧૪૮૨૭). વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે ડીસીપી ડો. કાનન દેસાઈએ કડક તપાસના આદેશ આપ્યા છે.