સ્વ.કિશોરભાઈ ટીલારાની પુણ્યતિથિ નિમિત્તે 29 ઓગસ્ટે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
- સ્વ.કિશોરભાઈ ટીલારાની પુણ્યતિથિ નિમિત્તે 29 ઓગસ્ટે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
- » ધારાસભ્ય રમેશભાઈ ટીલારા અને AIIMS રાજકોટના સહયોગથી પટેલવાડી ખાતે વિનામૂલ્યે કેમ્પ યોજાશે
- » આયુષ્માન અને વયવંદના કાર્ડ સ્થળ પર જ બનાવાશે; 'કિશોરભાઈ વન' અને 'કિશોરભાઈ ચેકડેમ'નું પણ નિર્માણ કરશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં સ્વ. કિશોરભાઈ ટીલારાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય રમેશભાઈ ટીલારા દ્વારા જનસેવાના હેતુથી વિનામૂલ્યે 'મેગા સર્વ રોગ નિદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના શનિવારે સવારે ૮થી બપોરે ૧ વાગ્યા સુધી પટેલવાડી (વાણીયાવાડી), જલારામ ચોક, રાજકોટ ખાતે યોજાનારા કેમ્પમાં AIIMS રાજકોટની તબીબોની ટીમ તથા વિવિધ રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો સેવા આપશે.
કેમ્પમાં હૃદયરોગ, બ્લડ પ્રેશર, બાળરોગ, જનરલ મેડિસિન, ડાયાબિટીસ, થાઈરોઈડ, ચર્મરોગ, જનરલ સર્જરી, ગેસ્ટ્રોસર્જરી, કાન-નાક-ગળાના રોગો, કેન્સર, આંખના રોગો, છાતી અને ફેફસાંના રોગો, કિડની અને યુરોલોજી, હાડકાં અને સાંધાના રોગો, સ્ત્રીરોગ તથા દાંતના રોગો સહિત વિવિધ આરોગ્ય સમસ્યાઓનું નિદાન અને નિષ્ણાત તબીબી માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પમાં આયુષ્માન કાર્ડ તથા વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના કાર્ડ સ્થળ પર જ કાઢી આપવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ માટે આધારકાર્ડ, મામલતદારનો આવકનો દાખલો, રેશનકાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જરૂરી રહેશે. જ્યારે વયવંદના કાર્ડ માટે આધારકાર્ડ, રેશનકાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જરૂરી રહેશે. સ્વ. કિશોરભાઈ ટીલારાની સ્મૃતિમાં આરોગ્ય સેવા ઉપરાંત પર્યાવરણ અને જળસંચય ક્ષેત્રે પણ લોકહિતના કાર્યો કરવામાં આવશે. 'કિશોરભાઈ વન' થકી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીને પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે 'કિશોરભાઈ ચેકડેમ' દ્વારા જળસંચયને વેગ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલારાએ જણાવ્યું હતું કે, સ્વ. કિશોરભાઈની સ્મૃતિને સાચી શ્રદ્ધાંજલિ તેમના સેવાભાવને જનસેવાના કાર્યો દ્વારા જીવંત રાખવામાં છે. આરોગ્ય, પર્યાવરણ અને જળસંચય ક્ષેત્રે જનહિતના કાર્યો આગળ ધપાવવાનો સતત પ્રયાસ રહેશે.
કેમ્પનો લાભ લેવા અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું એ છૂ. નામ નોંધણી માટે મો. ૯૩૧૬૭ પર ૩૭૭ પર વહેલી તકે સંપર્ક કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.