ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો 500 રૂ.નો દંડ
સીટી ન્યૂઝ@ગાંધીનગર
રેલવેસે મુસાફરી દરમિયાન નિયમભંગ કરનાર અને ટિકિટ વિના પ્રવાસ કરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્ર સરકારે લગાવેલા જનવિશ્વાસ (સુધારા જોગવાઈ) અધિનિયમ-૨૦૨૬ અંતર્ગત રેલવે અધિનિયમ-૧૯૮૯ની કાયદાકીય જોગવાઈમાં સુધારા કર્યા છે. રેલવે બોર્ડ દ્વારા તમામ ઝોનલને આ અંગે સૂચના આપી છે. આ નવા સુધારા ૧ જુલાઈથી દેશભરમાં લાગુ થશે. ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા પકડાશો તો ભાડું તેમજ ૨,૫૦૦ દંડના બદલે હવે ભાડું તેમજ ૩,૫૦૦ દંડ ભરવો પડશે. આ ઉપરાંત જો દંડ ન ભરે તો ૬ મહિનાની જેલની સજાની જોગવાઈ પણ કરાઈ છે.
મહિલા કોચમાં ઘૂસણખોરી, અનઅધિકૃત ફેરિયા પર દંડાશે
| ગુનાનો પ્રકાર | અગાઉ દંડ | નવો દંડ (રૂપિયામાં) |
| ટિકિટ વગર મુસાફરી | ભાડું + ૨૫૦ | ભાડું + ૫૦૦ |
| બીજી ટિકિટ પર પ્રવાસ | ટિકિટ જપ્ત | ટિકિટ જપ્ત + ૫૦૦ |
| અનધિકૃત ફેરિયા | નજીવો દંડ | ૨૦૦૦ અથવા જેલની સજા |
| અભદ્ર ભાષાનો પ્રયોગ | સામાન્ય કાર્યવાહી | ૧૦૦૦ થી ૧૦૦૦ સુધી |
| મહિલા કોચમાં પ્રવેશ | સામાન્ય દંડ | ૨૫૦૦ અને કોચમાંથી બહાર કાઢી મુકાશો |
| પ્રતિબંધિત સામાન લાવવા પર | સામાન જપ્ત | ૧૦,૦૦૦ નો દંડ |