Loading Please Wait !!!
વરસાદનું રેડ એલર્ટ; કપરાડામાં 18 ઇંચ

  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ : નવસારીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર
  • વલસાડમાં 12 ઇંચ, નવસારીમાં 11 ઇંચ વરસાદ : કાર તણાઈ
  • સુરતમાં ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પાણી ભરાયા

સિટી ન્યૂઝ@ગાંધીનગર

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે ૨૨ જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સવારે ૬ વાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૯૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ ૬ ઇંચ વલસાડમાં અને સુરતના પલસાણામાં ૫ ઈંચ વરસાદ જામ્યો છે.

સુરતના ભેદવાડ ખાડી ઓવરફલો થઈ અને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે.

છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૧૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં ૧૬ ઇંચ તેમજ વલસાડના નાનાપોંઢામાં ૧૧ અને ચીખલી અને વાંસદામાં ૧૦ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈગયું છે. ખાસ કરીને વ્યારાના કાનપુરા ગામમાં આવેલી 'ઓમ રેસિડેન્સી' માં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહેતા સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વદીઓમાં પાણીની આવક વધતાં બાહા ગામનું ધোল બ્રિજથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે.

  • આસામમાં પૂરથી 5.64 લાખ લોકો પ્રભાવિત
  • હિમાચલના 3 જિલ્લામાં શાળા-કોલેજ બંધ
  • કાશ્મીરમાં પૂર, એક વ્યક્તિ તણાયો
  • સિટી ન્યૂઝ@નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના વીરવાહ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ બાદ અચાનક આવેલા પૂરના કારણે એક વ્યક્તિ તણાઈ ગયો હતો. ઘટના બાદ SCAF, પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ સ્થળ પર રાહત અને બચાવ અભિયાન શરૂ કર્યું. હવામાન વિભાગ દ્વારા કશ્મીરમાં સોમવારથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા ૨૪ કલાકમાં પૂરના કારણે ૨૧ લોકોના મોત થયા છે. રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૫.૬૪ લાખથી વધુ લોકો પ્રભાવિત છે. વહીવટીતંત્ર દ્વારા વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે બુધવાર માટે મંડી, કાંગડા અને સિરમૌર જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં સતત

  • કેદારનાથમાં યાત્રા રોકવામાં આવી

વરસાદને કારણે અત્યાર સુધીમાં ૬૬ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડની કેદાર ઘાટીમાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદ બાદ ગૌરીકુંડથી લગભગ એક કિલોમીટર આગળ છોડી નજીક લેન્ડસ્લાઈડ થવાથી કેદારનાથ પગપાળા માર્ગ બંધ થઈ ગયો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રએ સાવચેતીના ભાગરૂપે યાત્રા પર અસ્થાયી રોક લગાવી દીધી છે. જમ્મુ-કાશ્મીરની રિયાસી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સાલાલ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. આસામમાં ૧૬ જિલ્લાના ૫.૬૪ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસર શિવસાગર જિલ્લામાં છે, જ્યાં ૩.૫૯ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શિવસાગરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.