2.5 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ
- રાજકોટ રેન્જની મોટી સફળતા
- સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન પર રેડ: 3 હિતાચી, 4 ડમ્પર કબજે
સિટી ન્યૂઝ@રાજકોટ
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા ઈસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપત્તિને તેમજ કુદરતી સંપત્તિને નુકશાન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઈન્સ્પેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કોટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઈસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા. દરમ્યાન મળેલ ચોક્કસ હકિકત આધારે P.S.I. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર, અતુલભાઈ ડાભી તથા ડ્રા. ગોવીંદભાઈ ધાંધળ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પો.સ્ટે. વિસ્તારના ગુદીયાવાળા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં કસુરદાર ગભરુ મોગલ ગેરકાયદેસર ખનીજની ચોરી કરતો હોય હકિકત વાળી જગ્યા પરથી હિતાચી મશીન (ત્રણ) તમામની કિ.રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- ગણી કબજે કરેલ છે તેમજ ખાલી ડમ્પર (ત્રણ) (૧) વાહન નંબર GJ-૧૩ AX-૯૭૪૫ ડ્રાઈવર જસવંતભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસા, (૨) વાહન નંબર GJ-૧૩ AX-૯૩૮૫ ડ્રાઈવર હાર્દિકભાઈ કાળુભાઈ કાંજીયા માલિક અરવિંદભાઈ તેજાભાઈ દેસાઈ, (૩) વાહન નંબર GJ-૧૩ AX-૮૩૦૮ ડ્રાઈવર હાજર મળેલ ન હતો તે કબજે કરેલ છે અને રોડ ઉપરથી કપચી ભરેલા ડમ્પર (એક) (૧) વાહન નંબર DD-૧-X-૯૩૫૬ ડ્રાઈવર પિન્ટુ લક્ષ્મણભાઈ નાયકા માલિક જીગરભાઈ ભુપતભાઈ ખેર નાઓ મળી આવતા ઉપરોકત (ચાર) ડમ્પરોની કિ.રૂ.૧,૦૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૨,૫૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજ ના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.