Loading Please Wait !!!
અમદાવાદમાં મેટ્રો સ્ટેશનો પાસે પે એન્ડ પાર્કિંગ શરૂ. મફત પાર્કિંગના દાવા બાદ તંત્ર દ્વારા ચાર્જ વસૂલાશે.

  • 10 મેટ્રો સ્ટેશનો પર 100 રૂપિયા સુધી ચાર્જ.

  • નોકરીયાત અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધી ગયો.

  • મેટ્રોના ભાડા કરતાં વધુ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે.

 સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશનો પર મુસાફરો માટે પાર્કિંગ વ્યવસાયિક ધોરણે શરૂ કરવામાં આવતા લોકોમાં ભારે મુશ્કેલી અને આશ્ચર્ય ફેલાયું છે. અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો સ્ટેશનો નજીક ખાલી પ્લોટમાં મફત પાર્કિંગની સુવિધા આપવાના દાવા કરવામાં આવતા હતા, પરંતુ હવે પ્લોટ તૈયાર થતાં જ તંત્રએ વલણ બદલીને 'પે એન્ડ પાર્કિંગ' શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

નવરંગપુરામાં ૩, સાબરમતીમાં ૩, વસ્ત્રાલમાં ૨, એસ.પી. સ્ટેડિયમ પાસે ૨ અને રામોલ પાસે ૨ મળીને કુલ ૧૦ મેટ્રો સ્ટેશનો નજીક ફાળવવામાં આવેલા પ્લોટ્સમાં ૩૩૪૨ ટુ-વ્હીલર અને ૨૦૦ ફોર-વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા છે. આ જગ્યાઓ કોન્ટ્રાક્ટરોને રૂ. ૧૩,૦၀၀ થી ૫૦,૦૦૦ ના માસિક ભાડે સોંપવામાં આવી છે, જ્યાં હવે વાહનચાલકો પાસેથી ૧૦૦ રૂપિયા સુધીનો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે.

નિયમિત મુસાફરી કરતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના લોકો ૮ થી ૧૦ કલાક વાહન પાર્ક કરતા હોવાથી રોજના રૂ. ૨૫ થી ૭૦ સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મેટ્રોના મૂળ ભાડા કરતાં પણ વધી જતો હોવાથી મુસાફરોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

મેટ્રો સ્ટેશનો પર પે એન્ડ પાર્કિંગ

અમદાવાદમાં મેટ્રો સ્ટેશનો નજીક મફત પાર્કિંગની જાહેરાતો વચ્ચે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૦ મેટ્રો સ્ટેશનો પાસે 'પે એન્ડ પાર્કિંગ' શરૂ કરીને ૧૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. કોન્ટ્રાક્ટરોને નજીવા ભાડે પ્લોટ સોંપાતા દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને નોકરીયાતો પર મોટો આર્થિક બોજ પડ્યો છે.