Loading Please Wait !!!
ST બસસ્ટેન્ડમાં 2000 મુસાફરોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરાયું


=> વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા 43 ડિગ્રી ગરમીમાં 10માં રવિવારે છાસ વિતરણ

=> સ્વ. વીરેન્દ્ર દોશીના સ્મરણાર્થે મીના દોશીના આર્થિક સહયોગથી કરાયું આયોજન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસટી (ST) બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક છાસ વિતરણનો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. સતત ૧૦મા રવિવારે યોજાયેલા આ વિતરણમાં ૨૦૦૦ થી વધુ મુસાફરોએ મસાલાયુક્ત તાજી છાસ પીને આકરા તાપમાં રાહત મેળવી હતી.

આ સેવાયજ્ઞ જૈન સમાજના મીના દોશીના મુખ્ય આર્થિક સહયોગથી સ્વ. વીરેન્દ્ર દોશીના સ્મરણાર્થે ચલાવવામાં આવી રહ્યો છે. ૧૦મા રવિવારના છાસ વિતરણનો પ્રારંભ ગુર્જર સુથાર સમાજના યુવા અગ્રણી નીતિન બક્કીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આકરા તાપમાં મુસાફરી કરતા લોકોને રાહત આપવાના આ ઉમદા પ્રયાસને લોકો દ્વારા ભારે આવકારવામાં આવ્યો છે. ૪૩ ડિગ્રી તાપમાનની પરવા કર્યા વિના સંસ્થાના કાર્યકરો અનુપમ દોશી, હસુ શાહ, પંકજ રૂપારેલિયા, પરિમલ જોશી, જયેન્દ્ર મહેતા, અશ્વિન ચૌહાણ, વિજય કુંભાણી, હરેશ બોરીચા, અશ્વિન સોનાગરા, વિપુલ ભટ્ટ, દીપક ચૌહાણ, ચેતન મહેતા અને ઉદય ગાંધીએ આ સેવામાં ભારે જહેમત ઉઠાવી હતી. છાસ વિતરણ અંગે વધુ માહિતી માટે અનુપમ દોશીનો સંપર્ક (9428233796) કરવા જણાવાયું છે.