Loading Please Wait !!!
રૈયારોડ પર ઝાડ પડ્યું, અનેક સોસાયટીમાં પાણી ભરાયા  : તંત્ર-શાસકો ખડેપગે...

  • કલેક્ટર મધરાતે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ પહોંચ્યા
  • મ્યુનિ.કમિશનર ચાલુ વરસાદમાં ફિલ્ડમાં
  • ચાર ઇંચ વરસાદથી શહેર આખું પાણી-પાણી : પોપટપરા વિસ્તારનું ગરનાળું બંધ કરાયું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે પોપટપરા ગરનાળામાં પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે તેને બંધ કરી પોલીસ અને મનપા સ્ટાફ તૈનાત કરાયો છે. આનાથી રેલનગર, પોપટપરા અને રૂખડિયાપરા સહિતના વિસ્તારોના અંદાજે ૫૦,૦૦૦ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.શહેરના નીચાણવાળા વિસ્તારો અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. રૈયા રોડ પરની તિરુપતિ સોસાયટીમાં રસ્તા પર પાણી ફરી વળ્યા અને એક વૃક્ષ ધરાશાઈ થયું હતું. જોકે સદ્નસીબે જાનહાની ટળી છે. મનપાની ટીમે તુરંત પાણી નિકાલની કામગીરી કરી હતી. આ ઉપરાંત ઓમનગર, ચાણક્ય રોડ, કાલાવડ રોડ બ્રિજ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ પર પણ પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવી પડી

હતી.ભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ અનિચ્છનીય બનાવ અટકાવવા વહીવટી અને મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે ખડેપગે છે.

જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટર મોદી રાત્રે જ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને ત્યાંથી જ સ્થિતિનું મોનિટરિંગ કરી

સંબંધિત અધિકારીઓને જરૂરી આદેશ આપ્યા હતા. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અને લોકોની હાલાકી દૂર કરવા મ્યુનિસિપલ કમિશનર ચાલુ વરસાદે ફિલ્ડમાં ઉતરી આવ્યા હતા. તેમણે વિવિધ વિસ્તારોની જાતે મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાસ્યું હતું.

  • લલૂડી વોકળી ખાતે મનપાની આગોતરી તૈયારી

શહેરના નીચાણવાળા ગાળાના સોરઠિયાવાડી પાસેની લલૂડી વોકળીમાં પૂરના પાણી પ્રવેશે તો લોકોને બચાવવા તંત્ર સજ્જ છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી એક્ટિવક્યુટિવ એન્જિનિયર મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, અહીં જો પાણી ભરાય તો ૧૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે બે જગ્યાએ શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. મનપાની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લાઉડસ્પીકરથી એનાઉન્સમેન્ટ કરી લોકોને સતર્ક રહેવા એલર્ટ કરایا હતા.