ડો. મુકેશ શાહને નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડથી સન્માન
સિટી ન્યૂઝ@ગૌતમ ગોસ્વામી-પાલીતાણા
તીર્થભૂમિ પાલીતાણાની તળેટીમાં શંખાકાર જીનાલયના નિર્માતા તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી અને સમાજસેવી ડૉ. મુકેશ એસ. શાહને પ્રતિષ્ઠિત Nelson Mandela Noble Peace Award ૨૦૨૬થી સન્માનિત કરવામાં આવ્યા છે. માનવતા, શાંતિ અને સામાજિક વિકાસ ક્ષેત્રે તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ તેમને આ અંતરરાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું.મેહસાણાના જિલ્લાના સાલડી ગામના મૂળ વતની અને હાલ મુંબઈ સ્થિત ડૉ. મુકેશ એસ. શાહ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સફળતા મેળવવાની સાથે સમાજસેવા, માનવતા અને રાષ્ટ્રહિતના કાર્યોને જીવનમંત્ર બનાવીને કાર્યરત છે. પ્રતિમા મુકેશ ઉપનામથી પણ ઓળખ ધરાવતા ડૉ. શાહને આ સન્માન મળતાં પાલીતાણાના સહિત પરિવાર, બિઝનેસ ગ્રુપ અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી પ્રસી છે.Adinath Developersના સ્થાપક તારિક ડૉ. મુકેશ એસ. શાહ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત બાંધકામ અને નવીન આર્કિટેક્ચર માટે આગવી ઓળખ ઊભી કરી છે. પાલીતાણાની તળેટીમાં તેમના દ્વારા નિર્મિત ભવ્ય શંખાકાર જીનાલય પણ ધાર્મિક તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે विशिष्ट ઓળખ મેળવી છે.
ગ્રામ્ય વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન
બાંધકામ ક્ષેત્રની સફળતાને માત્ર વ્યવસાય પૂરતી મર્યાદિત ન રાખી ડૉ. શાહ્યે ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પણ વિવિધ કામગીરી કરી છે. શાળા, પંચાયત ભવન, પોસ્ટ ઓફિસ, લાઈબ્રેરી, પીવાના પાણીની સુવિધા અને રસ્તાઓ સહિતની જાહેર સુવિધાઓ ઊભી કરવામાં તેમનું યોગદાન રહ્યું છે. બાંધકામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને સતત સામાજિક સેવાકીય યોગદાન બદલ ડૉ. મુકેશ એસ. શાહને અગાઉ પણ વિવિધ રાષ્ટ્રીય તથા અંતરરાષ્ટ્રીય મંચો પર સન્માનિત કરવામાં આવ્યા છે. હવે નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ ૨૦૨૬થી સન્માનિત થતાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, શુભેચ્છકો અને પ્રશંસકો દ્વારા તેમને અભિનંદન પાઠવાવામાં આવી રહ્યા છે.
54 દિવસમાં સાકાર થયું શંખાકાર દેરાસર
પાલીતાણાની પવિત્ર ધરતી પર ડૉ. મુકેશ શાહ દ્વારા અનોખી ડિઝાઇન સાથે શંખાકાર દેરાસરનું નિર્માણ અને અર્પણ કરવામાં આવ્યું છે. આ દેરાસરની વિશેષતા એ છે કે તેનું નિર્માણ માત્ર ૫૪ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. દઢ સંકલ્પ, આયોજન અને નિષ્ણાત કારીગરોની અવિરત મહેનતથી આ અનોનું ધાર્મિક સર્જન ટૂંકા સમયમાં સાકાર થયું હતું. શંખાકાર દેરાસર માત્ર સ્થળાતવ નહીં પરંતુ શ્રદ્ધા, સેવા, સંકલ્પ અને જૈન ધર્મ પ્રત્યેની અપૂટ આસ્થાનું પ્રતીક બન્યું છે. પાલીતાણાની પવિત્ર ધરતી પર આ અનોખું ધાર્મિક સર્જન ભાવિકોમાં ભક્તિભાવ અને શાંતિનો સંદેશ ફેલાવી રહ્યું છે.