Loading Please Wait !!!
ભારતમાં આગામી છ મહિનામાં જીએસટી ૩.૦ લૉન્ચ થશે

  • દમણમાં 'સહજ કર સંવાદ' અભિયાનનું ભવ્ય આયોજન કરાયું!
  • પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની શક્યતા!
  • યુવાનો માટે જીએસટી કૌશલ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

કરદાતાઓને વધુ સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભારત સરકાર દ્વારા 'સહજ કર સંવાદ' અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં જીએસટી 3.0 લૉન્ચ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દમણ કમિશનરેટ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના 100 દિવસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હેઠળ આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જીએસટી 3.0 ની રૂપરેખા રજૂ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી 6 મહિનામાં જીએસટી 3.0 સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવશે અને કરવેરા સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે તેને બેંકિંગ સિસ્ટમ સાથે ઈન્ટિગ્રેટ કરાઈ છે.

આ ઉપરાંત, આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી મહત્વની ચીજવસ્તુઓને પણ જીએસટીના દાયરામાં લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે, જે ટેક્સ સુધારણાની દિશામાં મોટું પગલું હશે.

યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા દમણમાં 'જીએસટી કૌશલ કેન્દ્ર' શરૂ કરાયા છે, જ્યાં સ્નાતક યુવાનો નિઃશુલ્ક તાલીમ મેળવી જીએસટી પ્રેક્ટિશનર તરીકે પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકશે.

જીએસટી ૩.૦ અને કર સુધારણા તરફ ભારત સરકારનું મોટું પગલું

ભારત સરકાર દ્વારા કરદાતાઓની સરળતા માટે જીએસટી ૩.૦ લૉન્ચ કરવાની જાહેરાત એ દેશની ટેક્સ પ્રણાલીમાં ક્રાંતિકારી બદલાવ દર્શાવે છે. બેંકિંગ સિસ્ટમ સાથે તેનું ઇન્ટિગ્રેશન અને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની સંભાવના અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. સાથોસાથ, યુવાનો માટે તાલીમ કેન્દ્રો શરૂ કરીને રોજગારીની તકો ઊભી કરવી એ એક સરાહનીય પહેલ છે, જે કરવેરા પ્રક્રિયાને વધુ પારદર્શક અને જનઉપયોગી બનાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.