Loading Please Wait !!!
ગોંડલ-શાપરમાંથી બાયોડીઝલનો જથ્થો કબ્જે કરતી રાજકોટ રેન્જ ટીમ

=> રાજસ્થાન, રાપર અને યુપીના ત્રણ શખ્સોની અટકાયત : 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત

સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ રેન્જ આઈજી નરિસંહ રાય દ્વારા પેટ્રોલ ડીઝલની થયેલ અછતને અનુસંધાને બ્લેક-સેલ કરવાની પ્રવૃતિ આચરતા ઇસમોને શોધી કાઢિ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા તથા સી.એમ.કાંટલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.

દરમિયાન P.S.I. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઈ અરબ, અતુલભાઈ ડાભી, શિવરાજસિંહ ઝાલા, વિધેશભાઈ સુવા, નિકુલભાઈ પંપાણીયા, દિલીપસિંહ સીંધવ તથા ફતેસંગ પરમાર નાઓએ મળેલ ચોક્કસ હિકકત આધારે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ સીટી બી પો.સ્ટે. વિસ્તારના ગોંડલ-ગુંદાળા રોડ ઉપર આવેલ સૂર્યદિપ વેરસાઇઉસ ના ગ્રાઉન્ડ માંથી (૧) ડ્રા. પૃથ્વીસિંહ શ્રવણસિંહ રાવત રહે મુળ અમરગઢ રૂદલાઈ ખરવા અજમેર રાજસ્થાન વાળાને ટાટા ટેન્કર વાહન રજી નં- GJ-12-BY-1139 વાળા માં જ્વલનશીલ પેટ્રોલિયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે ૩૫,૦૦૦/-લીટર (૨) ડ્રા. સંતોષકુમાર ગયાપ્રસાદ યાદવ રહે.મુળ ગમહા પોસ્ટ ખાનપુર જીલ્લો સુલતાનપુર ઉત્તરપ્રદેશ વાળાને અશોક લેલન ટેન્કર વાહન રજી નં- GJ-35-T-342૩ વાળા માં જ્વલનશીલ પેટ્રોલિયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે ૧૦,૦૦૦/-લીટરના શંકાસ્પદ જથ્થા સાથે તેમજ શાપર વેરાવળ પો.સ્ટે. વિસ્તારના ખુલ્લા પટ માંથી (૩) ડ્રા. ખોડાભાઈ બાબુભાઈ વકાતર જાતે. ભરવાડ ઉ.વ.૪૯ રહે.વરશુ તા.રાપર જી.કચ્છ વાળાને ટાટા ટેન્કર વાહન રજી નં- GJ-12-BZ-11૮૮ વાળા માં પીળાશ તથા લીલાશ પડતા રંગનુ જ્વલનશીલ પેટ્રોલિયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે ૩૪,૦૦૦/-લીટરના શંકાસ્પદ જથ્થા સાથે મળી આવતા ઉપરોક્ત ત્રણે ડ્રાઇવરો ને ટ્રક ૩ તથા ટાટા ટેન્કર રજી.નં- GJ-03-BW-00૪૬ જ્વલનશીલ પેટ્રોલિયમ લીટર ૭૫૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧,૬૯,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ગોંડલ સીટી બી ડિવી. પો.સ્ટે. તથા શાપર (વે.) પો.સ્ટે. ખાતે સોંપી આપી જાણવા જોગ દાખલ કરી શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલો લેવડાવી એફ.એસ.એલ. ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.