ક્રાઈમ બ્રાન્ચમાં ફેરફાર; ગોંડલીયા PCBમાં ચાવડા સંભાળશે કમાન
પોલીસ કમિશનરે કર્યા બદલાવ
ક્રાઈમ બ્રાન્ચના PI એમ.આર.ગોંડલીયાની PCBમાં જ્યારે EOWના એ.એસ ચાવડાની ક્રાઈમ બ્રાન્ચમાં અને સાયબર ક્રાઈમના PI ડી.એમ.હરીપરાની EOWમાં બદલી કરાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ
મહત્વની બ્રાન્ચોમાં અચાનક જ મોટા ફેરફાર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની પીસીબીમાં જ્યારે EOW ના એ.એસ. ચાવડા નવી જવાબદારી સાથે ક્રાઈમ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે. સાથે સાયબર ક્રાઈમના પીઆઈ ડી.એમ.હરીપરાની EOW માં બદલી કરવામાં આવી છે. આ આંતરિક બદલીઓમાં સૌથી મોટો ફેરફાર ક્રાઈમ બ્રાન્ચમાં જોવા મળ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં મહત્વની જવાબદારી સંભાળતા પીઆઈ એમ.આર.ગોંડલીયાની અચાનક જ પીસીબીમાં બદલી કરી દેવામાં આવી છે. જો કે, તે ઈન્ચાર્જ તરીકે તો જવાબદારી સાંભળતા જ હતા. ક્રાઈમ બ્રાન્ચમાં તેમની જગ્યાએ હવે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ એ.એસ.ચાવડાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના નવા પીઆઈ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ટેકનોલોજી આધારિત ગુનાઓ ઉકેલવામાં સક્રિય એવા સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.એમ.હરીપરાની પણ બદલી કરવામાં આવી છે. તેમને હવે ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં નવા પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે જ પોલીસ કમિશનર દ્વારા પીએસઆઈની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચમાંથી પીએસઆઈ એસ.વી.ચુડાસમા એલસીબી ઝોન-૨ અને આર.કે. ગોહિલની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બદલી કરવામાં આવી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઈ એસ.એમ.રાણા અને વી.ડી. રાવલીયાની બદલી કરવામાં આવી હતી.