Loading Please Wait !!!
પતિ-પત્ની પરવાનગી વગર એકબીજાના મોબાઈલ ફોન ચેક કરી શકે નહીં

  • કાનુની સવાલ: મંજૂરી વગર ચેક કરવાનો અધિકાર નથી

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

શું પતિ પત્ની કે પત્ની પતિનો મોબાઈલ ચેક કરી શકે?આને લઈ નિયમો શું કહે છે. તેના વિશે આજે આપણે કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.તમારી પરવાનગી વગર તમારો પાર્ટનરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કરી શકતો નથી

જ્યારે છોકરો અને છોકરી પવિત્ર બંધનમાં બંધાય છે. ત્યારે તે ફકત તેમની વચ્ચેનો બંધન જ નહીં, પણ બે પરિવારો વચ્ચેનો બંધન પણ હોય છે. જોકે, લગ્ન પછી ઘણા સંબંધોમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

લગ્ન પછી લોકોને લાગે છે કે, તેના પાર્ટનરની દરેક વસ્તુ પર હવે તેનો હક છે.તે ઈચ્છે તો પાર્ટનરનો મોબાઈલ ફોન ચેક કરી શકે છે. પરંતુ શું પતિ-પત્ની આવું કરી શકે, ચાલો જાણીએ ભારતનો કાનૂન આને લઈ શું કહે છે.

ભારતીય કાનુન અનુસાર કોઈ પણ જીવનસાથી જેમ કે,પતિ કે પત્ની એકબીજાનો મોબાઈલ પરવાનગી વગર ચેક કરવાનો અધિકાર નથી. ‘ગોપનીયતાનો અધિકાર’ બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ એક મૂળભૂત અધિકાર છે, જે લગ્ન પછી પણ સમાપ્ત થતો નથી.

સૌથી પહેલા એ જાણી લો કે, તમે પરવાનગી વગર તમારા પાર્ટનરનો મોબાઈલ ફોન ચેક કરી શકો નહીં. જો તમે તમારા પાર્ટનરનો ફોન તેમની જાણકારી કે સંમતિ વિના ચેક કરી શકો છો, વોટ્સેપ, મેસેજ, કોલ લોગ વગેરે ચેક કરી શકો છો, તો તે ગોપનીયતાના

અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવે છે. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, પરવાનગી વગર તમારો પાર્ટનર સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કરી શકે નહીં. સોશિયલ મીડિયા ખોલાને કે પાસવર્ડ માટે દબાણ નાંખો ગેરકાનુની છે.

જો તમે તમારા પાર્ટનરનો મોબાઈલ ચેક કરવા માંગો છો. તો તેની સંમતિ જરુરી છે. મોબાઈલનો પાસવર્ડ, સોશિયલ મીડિયાનો પાસવર્ડ શેર કરવાની સંમતિ તમારા પર નિર્ભર કરે છે. જો તમારો પાર્ટનર પરમિશન આપે છે. તો મોબાઈલ ચેક કરી શકો. બાકી ફોન ચેક કરી શકતા નથી.