ગ્રાહક સુરક્ષા અને બે વેપારી એસોસિએશનના પદાધિકારીઓએ મેયર નેહલ શુક્લની મુલાકાત લીધી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લની ગ્રાહક સુરક્ષા સંગઠન અને અન્ય વેપારી સંગઠનોના પદાધિકારીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગ્રાહક સુરક્ષા સંગઠન રાજકોટના પ્રમુખ પ્રનંદ કલ્યાણીના નેતૃત્વમાં, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન અને રાજકોટ ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના આગેવાનોએ મેયરને પુષ્પગુચ્છ અને કેસરી જેસ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને રાજકોટના વિકાસમાં તેમના સવિશેષ યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ બેઠક દરમિયાન ગ્રાહક સુરક્ષા સંગઠન રાજકોટ સિટી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ઝુંબેશો અને સામાજિક કાર્યો અંગે ધર્મેશ જીવાણી અને પ્રનંદ કલ્યાણીએ રજૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને ગ્રાહક જાગૃતિ, સાયબર અવેરનેસ અને ફૂડમાં થતી ભેળસેળ રોકવાની કામગીરી અંગે માહિતી અપાઈ હતી. આ રજૂઆતથી પ્રભાવિત થઈને મેયર ડો. નેહલ શુક્લે સંસ્થાઓને જણાવ્યું હતું કે, આ કાર્યોમાં ચોક્કસ સપોર્ટ કરશે.
આ મુલાકાત દરમિયાન મેયરના પિતા ચીમન શુક્લ અને ભાઈ કશ્યપ શુક્લના રાજકોટ શહેર માટેના મોટા યોગદાનને તાજી યાદો સાથે વાગોળવામાં આવ્યું હતું. આગેવાનોએ ડો. નેહલ શુક્લના મૃદુ સ્વભાવ, મીઠા આવકાર અને લાગણીશીલ વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી.
આ મુલાકાતમાં સંગઠનના પ્રમુખ પ્રનંદ કલ્યાણી, ઉપપ્રમુખ ધર્મેશ જીવાણી અને ગોપી પટેલ, સેક્રેટરી મનિષ પટેલ, લાઈઝન ઈન્ચાર્જ અતુલ જોષી, દિપક કલ્યાણી, મીડિયા ઈન્ચાર્જ અશ્વિન પટેલ, કારોબારી સભ્ય પ્રશાંત ગાંગડિયા, ભુપેષ કલ્યાણી, પ્રકાશ કલ્યાણી તેમજ ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના મહામંત્રી પંકજ ભાટીયા, ઉપેન માનસતા, મનીષ પારેખ અને ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના માનદ મંત્રી રાકેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા.