Loading Please Wait !!!
રાજકોટમાં સામૂહિક આપઘાતની વધુ બે ઘટનામાં માતા-પુત્ર સહિત ત્રણના મોત

» પડધરીમાં આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી, ખાનામાં પડતું મૂકી દેનાર માતા-પુત્રના મૃત્યુ

સિટી ન્યૂઝ@રાજકોટ

રંગીલા રાજકોટમાં ત્રણ દિવસ પૂર્વે લોહાણા પરિવારે વહોરેલી નથી, ત્યાં ગુરુવારે એક જ દિવસમાં સમૂહ આત્મહત્યાની શાહી હજુ સૂકાઈ આપઘાતના પ્રયાસની વધુ બે દર્દનાક ઘટનાઓ ચર્ચાનો વિષય બન્યો છે. ગૃહક્લેશ અને આર્થિક ભીંસના લીધે માતા-પુત્રની બે અલગ-અલગ જોડીએ ઝેરી દવા તથા એસિડ ગટગટાવી લેતાં એક યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે ન્યારા પાસે એસિડ પી ખાનામાં પડતું મૂકી દેનાર માતા-પુત્રનું મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું છે.પ્રથમ ઘટનામાં કોઠારિયા રોડ સ્થિત રામેશ્વર સોસાયટીમાં રહેતા બ્રિજેશ મનસુખભાઈ રબારા (ઉ.વ. ૨૭) અને તેમના માતા દમયંતીબેન મનસુખભાઈ રબારા (ઉ.વ. ૫૮) બંને માતા-પુત્રએ ગૃહક્લેશથી કંટાળી ઝેર દવા ગટગટાવી લીધા બાદ તેના પતિને ફોન કરી જાણ કરતા તાકીદે ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પુત્ર બ્રિજેારે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

જ્યારે માતાને સારવાર હેઠળ રખાયા છે. બનાવના પગલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ ડી.કે.ધાંધલા સહિતના સ્ટાજે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરતા મૃતક બેભાઈમાં નાનો અને અપરણિત હતો.તેમજ તેના મોટાભાઈ સાથે રેસ્ટોરન્ટ ચલાવતો હતો છેલ્લા પંદરેક દિવસથી ઘરકંકાસ ચાલતો હોય જેથી કંટાળી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે જ્યારે બીજા કિસ્સામાં, જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતા નિલેશ નકુમ ઉ.વ. ૨૮ અને તેમના માતા જયાબેન (ઉ.વ. ૫૦)એ સાંજે છ વાગ્યા આસપાસ ન્યારા ગામના પાટીયા પાસે એસિડ પી લીધા બાદ ખાનામાં ફૂદકો માર્યો હતો.

જે બાદ બંને માતા-પુત્રને ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન માતા અને પુત્રના મોત નીપજ્યા હતા. બનાવના પગલે પડધરી પોલીસે તપાસ કરતા આત્મહત્યાનો પ્રયાસ કરનાર નિલેશ બે ભાઈમાં નાનો અને અપરણિત છે. આર્થિક ખેંચાણ હો જેથી જાણીતા છ-સાત લોકો પાસેથી હાથ ઉછીના પૈસા રૂ.દોઢ થી બે લાખ લીધેલ હોય જે સમયસર ન ચૂકવી શકાતા ઉઘરાની વાળા ફોન કરી ધમકી આપતા હોવાથી કંટાળી પગલું ભર્યાનું રટણ કરતા પોલીસે વિશેષ તપાસ ચલાવત રાખી છે. એક જ દિવસમાં બનેલી આ ઘટનાઓથી શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.