ભાજપ આગેવાનોનું કરોડોનું બોગસ મેડિકલ સર્ટી. કૌભાંડ !
- રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાના સનસનીખેજ આરોપ
- મહાપાલિકામાં કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા બોગસ મેડિકલ સર્ટિફિકેટના ૩ લાખ લેવાય
- 2024માં RMCના 115 સફાઈ કામદારોએ મેડિકલ પ્રમાણપત્ર નામંજૂર કર્યા: હવે પાસ કરી દીધા
- સિવિલ હોસ્પિટલે 127 કામદારોને કહ્યું તમારી તબિયત ટનાટન છે ખાનગી સર્ટી.માં તેઓ નોકરી કરે તેવી પરિસ્થિતિમાં નથી, બોલો લ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં (RMC) કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરાવવા માટે કરોડો રૂપિયાના બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડ ચાલી રહ્યું હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. રાજકોટ કામદાર યુનિયન આ મામલે ચોંકાવનારા ખુલાસા કરતાં તંત્ર અને રાજકીય સંડોવણી પર સીધા સવાલ ઉઠાવ્યા છે. યુનિયનના દાવો મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧૦૦થી વધુ મેડિકલ સર્ટિફિકેટ બોગસ ગણાવીને નામંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તે જ સર્ટિફિકેટ્સ RMCના તંત્ર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યા. આ વિસંગતતા સામે “કયા આધારે મંજૂરી અપાઈ?” તે મોટો સવાલ ઊભો થયો છે. વિજિલન્સ તપાસના નિવેદનોના આધારે કેટલાક લોકોની સંડોવણી પણ સામે આવી છે. યુનિયન મુજબ, ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ તેમજ RMCના કર્મચારીઓ દ્વારા રૂપિયા લઈને બોગસ સર્ટિફિકેટ બનાવવાની ગેરરીતિ ચાલી હોવાના
આક્ષેપ છે. આ સિવાય, ખાનગી હોસ્પિટલોના સર્ટિફિકેટને પ્રાથમિકતા આપવાના મુદ્દે પણ પ્રશ્નો ઊભા થયા છે. મહાનગરપાલિકા પાસે પોતાના હેલ્થ સેન્ટર અને મેડિકલ અધિકારીઓ હોવા છતાં, ખાનગી હોસ્પિટલોમાંથી લાખ રૂપિયા સુધીના સર્ટિફિકેટ કેમ સ્વીકારવામાં આવ્યા, તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.યુનિયનનું કહેવું છે કે
આ સમગ્ર પ્રકરણમાં ભવિષ્યમાં જવાબદારી ટાળવા માટે ખાનગી હોસ્પિટલોના નામ આગળ ધકેલવાની કોશિશ થઈ રહી છે, જેથી અધિકારીઓ બચી જાય.મહાનગરપાલિકાએ અગાઉ સ્વીકાર્યું હતું કે આ કેસમાં IPCની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો બને છે, છતાં અત્યાર સુધી કોઈ નકદર કાર્યવાહી ન થતાં યુનિયને તપાસને માત્ર "નાટક"
ગણાવી છે.યુનિયને સત્તાધારી પક્ષને સીધો સવાલ કર્યો છે કે શું આ મામલે સંડોવાયેલા લોકો સામે તરત FIR દાખલ કરવામાં આવશે કે પછી સમગ્ર કૌભાંડને દબાવવાનો પ્રયાસ થતો? યુનિયને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી અને નિષ્पक्ष તપાસ નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.