શહેરની HDFC બેંકમાં ગ્રાહકોએ 527 નકલી નોટ ધાબડી દીધી
=> બેંકનાં આસી. વાઈસ પ્રેસિડેન્ટે અજાણ્યા ગ્રાહકો સામે નોંધાવી ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલી HDFC બેંકની કરન્સી ચેસ્ટ શાખામાં ગ્રાહકો દ્વારા કરોડો રૂપિયાના ભરણ સાથે નકલી નોટો પધરાવી દેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બેંકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ ધવલભાઈ રસિકભાઈ વાઘાણીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવેમ્બર-૨૦૨૫ થી એપ્રિલ-૨૦૨૬ દરમિયાન રાજકોટ શહેરની જુદી જુદી HDFC શાખાઓમાંથી જમા થવા આવેલી નોટોનું જ્યારે કરન્સી ચેસ્ટ બ્રાન્ચના મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે કુલ ૫૨૭ ચલણી નોટો બનાવટી હોવાનું ખૂલ્યું હતું. જેમાં ૩ રૂ. ૫૦૦ ના દરની ૧૪૯ નોટ, રૂ. ૨૦૦ ના દરની ૨૨૬ નોટ, રૂ. ૧૦૦ ના દરની ૮૩ નોટ, રૂ. ૫૦ ના દરની ૨૯ નોટ અને રૂ. ૧૦ ની ૧ નોટનો સમાવેશ થાય છે. આ તમામ નોટો ગ્રાહકો બેંકમાં ભરી હોવાનું જાણીને સ્તબ્ધ થઈ ગયા હતા. આ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.