Loading Please Wait !!!
મધર્સ ડે: જોહર કાર્ડ્સ અને ગેલેરીમાં ગિફ્ટ્સનો ખજાનો

સિટી ન્યૂઝ@રાજકોટ : જેમના હૃદયમાંથી સદાય વાત્સલ્ય વહેતું રહે છે તેવી 'મા' એટલે મમત્વનો દરિયો. માતા પ્રત્યે ઋણ અદા કરવાનો અને પ્રેમ વ્યક્ત કરવાનો અવસર એટલે મધર્સ ડે. આ વર્ષે 10 મે 2026, રવિવારના રોજ વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે માતાને યાદગાર ભેટ આપવા માટે રાજકોટમાં જોહર કાર્ડ્સ અને જોહર ગેલેરીમાં આકર્ષક ગિફ્ટ્સની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોહર કાર્ડ્સના યુસુફઅલીભાઈ, હસનેનભાઈ અને કાલાવડ રોડ પર પ્રેમ મંદિરની લાઈનમાં આવેલી જોહર ગેલેરીના જોહરભાઈએ જણાવ્યું હતું કે, મધર્સ ડે માટે ખાસ વિવિધ પ્રકારની ગિફ્ટ્સ મંગાવવામાં આવી છે.

જેમાં મધર લખેલા ગ્લાસ, શોપીસ, કોટેશન વાળી વુડન ફ્રેમ, રિસ્ટ વોચ, પર્સનલાઈઝ મગ, જ્વેલરી કોમ્બો સેટ, સિંગાપુર કંપનીની કોસ્મેટિક આઈટમ્સ, પરફ્યુમ, લેડીઝ ગોગલ્સ અને પર્સનલાઈઝ વોલેટ તેમજ કીચેઈનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત "એવરીડે ઈઝ ફુલ ઓફ મધર્સ લવ", "ફોર ધ વર્લ્ડસ બેસ્ટ મોમ એવર" જેવા ખાસ હૃદયસ્પર્શી મેસેજવાળા કાર્ડ્સ પણ ઉપલબ્ધ છે.  મે મહિનાના 2 જા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવાની શરૂઆત પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે. 1850 માં આન્ના મારીયા રેવીસ જાવીસ નામની અમેરિકન મહિલાએ 'મધર્સ વર્ક ક્લબ' ની સ્થાપના કરી હતી. તેમણે યુદ્ધમાં ઘાયલ સૈનિકોની કોઈપણ ભેદભાવ વિના નિસ્વાર્થ સેવા કરી માનવતાની મિસાલ કાયમ કરી હતી.

12 મે 1907 ના રોજ તેમના અવસાન બાદ, તેમની પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતાના સત્કર્મોને જીવંત રાખવા અને વિશ્વભરની માતાઓને ગૌરવ અપાવવા આ દિવસ ઉજવવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે મહિનાના 2 જા રવિવારને 'મધર્સ ડે' તરીકે જાહેર કરી તે દિવસે રાષ્ટ્રીય રજા ઘોષિત કરી હતી, ત્યારથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી થાય છે.