Loading Please Wait !!!
નિધિ સ્કૂલ દ્વારા આયોજિત નિ:શુલ્ક સેવા પ્રકલ્પ છાસ કેન્દ્રની મુલાકાતે અગ્રણીઓ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર મધ્યે આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગોવર્ધન ગૌશાળા ના સહયોગથી છેલ્લા 20 દિવસથી નિ:શુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, જેનો લાભ ગાંધીગ્રામ વિસ્તારના 500 થી પણ વધુ લોકો દરરોજ 500 લીટર છાશ દરેક પરિવારને એક લીટર છાશ મુજબ વિતરણ કરવામાં આવે છે, આ છાશ કેન્દ્રની મુલાકાતે આજ રોજ ઘનશ્યામભાઈ હેરભા (કોર્પોરેટર), ડો. દેવાંગી મૈયડ (પ્રદેશ મહામંત્રી, યુવા ભા.જ.પ), સેજલબેન ચૌધરી (કોર્પોરેટર), પી.સી.વ્યાસ (એડવોકેટ) મોહિત શિયાર (યુવા ભા.જ.પ)તેમજ આર.એસ.એસ ના ત્રીલોકભાઈ ઠાકર(સંઘચાલક, મારુતિ વિસ્તાર),અજયભાઈ ભટ્ટ(કાર્યવાહ,મારુતિ વિસ્તાર) મનોજભાઈ ભટ્ટ (એડવોકેટ), અમિત વૈષ્ણવ, તરુણ નિમાવત ઉપસ્થિત રહી છાશ વિતરણ કરેલ હતું આ છાશ કેન્દ્ર આગામી તારીખ 30 મે સુધી ચાલુ રહેનાર છે, સવારે 10:30 થી છાશ વિતરણ પ્રારંભ થતો હોય જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે, આ સેવા પ્રકલ્પ છાશ કેન્દ્રનું સંચાલન યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, નિરવ વ્યાસ, પ્રશાંત સિંધવ, વિશાલ ચાવડા તેમજ તેમના મિત્રમંડળ દ્વારા કરવામાં આવે છે.