Loading Please Wait !!!
પ્રદીપ ડવ, પુષ્કર પટેલ અને કમિશનર આનંદ પટેલના સમયમાં મંજૂર રેટ કોન્ટ્રાક્ટ !

2023માં 2.50 રૂપિયાની બોટલના 8 રૂપિયામાં કોણે અને શું કામ આપ્યું

કોના આશીર્વાદથી એજન્સીને આટલો ઊંચો ભાવ ચૂકવવાનું નક્કી કરાયું હતું

તપાસમાં તે અધિકારીને અને પદાધિકારીઓને સામેલ કરશો તો ઘણું બહાર આવશે !

સિટી ન્યૂઝ@રાજકોટ

કોન્ટ્રાક્ટ થયો ત્યારે પ્રદીપ ડવ, પુષ્કર પટેલ અને આનંદ પટેલ શાસન કરતા હતા. આ વિવાદિત અને જનતાના નાણાંનો વેડફાટ કરનારો રેટ કોન્ટ્રાક્ટ જ્યારે મંજૂર કરવામાં આવ્યો, ત્યારે મનપામાં મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ શાસન ધુરા સંભાળી રહ્યા હતા. રૂ.૮નો ભાવ મંજૂર કરાયો ત્યારે રૂ. ૨.૫૦થી ૩ની આસપાસ બોટલ મળતી હતી. આ પદાધિકારીઓ અને અધિકારીઓના સમયગાળા દરમિયાન જથ્થાબંધ બજારના ભાવની સંપૂર્ણ ઉપેક્ષા કરીને રૂ.૮ જેવો તોતિંગ ભાવ મંજૂર કરી દેવાયો હતો. જે સમયે આ રેટ કોન્ટ્રાક્ટ પર મહોર મારવામાં આવી, તે સમયે પણ ખુલ્લા બજારમાં હોલસેલના ભાવે પાણીની બોટલ ખૂબ જ સસ્તા દરે એટલે કે રૂ. ૨.૫૦થી ૩ની આસપાસ આરામથી મળી રહેતી હતી. આમ છતાં, કયા કારણોસર અને કોના આશીર્વાદથી એજન્સીને આટલો ઊંચો ભાવ ચૂકવવાનું નક્કી કરાયું તે તપાસનો વિષય છે.