Loading Please Wait !!!
રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયાનો કાલે જન્મદિવસ

  • કિરીટભાઈ કેસરીયા દ્વારા આગામી સમયમાં જ રઘુવંશી દિકરા-દિકરીઓ માટે `નિશુલ્ક રઘુવંશી મહા પરીચય મેળો' યોજાશે

સિટી ન્યૂઝ@રાજકોટ : રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયાનો કાલે શનીવારના રોજ 73 માં વર્ષમાં મંગલ પ્રવેશ સૌરાષ્ટ્રના સેવાક્ષેત્રમાં અનેક સંસ્થા સાથે જોડાયેલા કિરીટભાઈ કેસરીયાનુ નામ એક અદના કાર્યકર તરીકે જાણીતું છે. તન, મન, ધન, વચન, કર્મથી સતત સક્રિય અને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી સેવારત કિરીટભાઈ છેલ્લા 28 વર્ષથી ખાસ કરી લોહાણા જ્ઞાતિનો વિકટ પ્રશ્ન બની ગયેલ દિકરા દિકરીના વેવિશાળના મુદ્દે કાર્યરત છે. સમગ્ર ભારતમાં નવા જમાનાને અનુરૂપ વોટસએપ દ્વારા 85 ગ્રુપની શરૂઆત કરી હજજારો દિકરા-દિકરીઓની માહિતી ઘેર બેઠા પરસ્પર મળી રહે તે માટે બાયોડેટાની આપ-લે કરી નવતર પ્રયાસ કર્યો છે,

રાજકોટના નામાંકિત રઘુવંશી અગ્રણીઓ, વેપારીઓ, ઉધોગપતિઓ કિરીટભાઈની આ સેવાનો લાભ લેવા સ તત્પર હોય છે અને તે લોકોની પ્રશંસાપાત્ર બની ગયેલ છે. રઘુવંશી સમાજ માટે આશીર્વાદરૂપ સેવા વિનામુલ્યે અને વિના અપેક્ષાએ કિરીટભાઈ ચલાવી રહ્યાં છે. હવે મેરેજ બ્યુરો સુધી કારણોવસાત ન પહોંચી શકતા લોકો માટે વોટસએપથી સેવા એટલે મેરેજ બ્યુરો સેવા તમારી મુઠ્ઠીમાં કે તમારા આંગળીના ટેરવે એવુ કહેવાતુ થયું છે.

કિરીટભાઈ કેરારીયાની માનવતાવાદી સેવા ખુબ જ સહજ અને સમાજ પ્રત્યેની પોતાની પવિત્ર સેવા સમજી કરી રહ્યા. ઉપરાંત રાજકોટમાં તેના સેજૉદા ક્રમમાં સવારથી રાતનાં મોડે સુધી કિરીટભાઈનો મોબાઈલ રણકતો રહે છે અને દરેક લોકોને પ્રેમપૂર્વક જવાબો અને માર્ગદર્શન આપે છે. ગુજરાત ગૌરવ કાઉન્ડેશનમાં એડમીન તરીકે કિરીટભાઈ સેવા આપી રહ્યાં છે. આ વિશ્વના એકમાત્ર ગુજરાતીઓનું મોટું કાઉન્ડેશન છે જેમાં 2 લાખ મેમ્બર બનાવવાનું સંકલ્પ છે.

કિરીટભાઈ આ ઉપરાંત અનેક મેરેજ બ્યુરોમાં પોતાની નિ:સ્વાર્થ સેવા આપી રહયા છે. અનેક દિકરા દિકરીઓના સગપણો તેઓના દ્વારા થયા છે. કિરીટભાઈ કેસરીયા લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમિટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના, રઘુવસી પરિવાર સહિતની જ્ઞાતી સંસ્થાઓમાં સતત સક્રિય છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખપદે સેવા આપી રહ્યા છે. વિજય બેંકમાં અધિકારી પદે રહી નિવૃત થયેલા શ્રી કિરીટભાઈ હાલમાં નાગરિક બેંકની યાજ્ઞીક રોડ શાખામાં વિકાસ કમિટીમાં પણ મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. સંબંધોના માનવી એવા કિરીટભાઈ કોઈપણ જાણીતા કે અજાણ્યા લોકોને મુશ્કેલીમાં સહાયરૂપ થવા તત્પર રહે છે.

રઘુવંશી સમાજના મૂક સેવક કિરીટભાઈ કેસરીયાને જન્મદિન નિમીતે શુભેચ્છા, આશીર્વાદ આપવા મો. 79845 07770, કિરીટભાઈ કેસરીયા- વ્હોટસએપ મો. નં. 98242 24270