એક મહિનાથી કામે આવેલો બંગાળનો શખ્સ 7.35 લાખની મતા ચોરી પલાયન
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના કેનાલ રોડ પર રહેતા અને પ્રહલાદ પ્લોટમાં ખોડીયાર ડીલક્સ પાન નામની દુકાન ચલાવતા મુસ્તકીમ શબીરહુસેન કાદરીએ પશ્ચિમ બંગાળના હાલ રાજકોટ રહેતા સદ્દામઅલી શેખ સામે 7.35 લાખની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને આર્થિક જરૂરિયાત હોવાથી છ મહિના પહેલા પોતાની પત્નીનું 108.20 ગ્રામ સોનું ગીરવે મૂક્યું હતું ગુરુવારે બપોરે 7.20 લાખની કિંમતનું આ સોનું પરત છોડાવી લાવ્યા હતા અને દુકાનના ગલ્લામાં રાખ્યું હતું છેલ્લા એક મહિનાથી કામ કરતો સદામઅલી શેખ આ સોના વિશે જાણતો હતો. બપોરે આશરે ત્રણ વાગ્યે દુકાન માલિક ઘરે જમવા ગયા હતા. તે દરમ્યાન સદામ દાગીના અને દુકાનમાંથી રોકડની ચોરી કરી નાશી ગયો હતો મસ્તકીમ કાદરી દુકાને જતા સદામ ન હોય જેથી તેને શંકા જતા તપાસ કરી હતી. જેમા દુકાનમાં રાખેલ દાગીના અને થડામાં રાખેલ રોકડ સહીત 7.35 લાખની મતા ગાયબ હોય ચોરી અંગે ફરીયાદ નોંધાવતા પીએસઆઈ મહંત સહિતે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.