Loading Please Wait !!!
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 12 ચોરાઉ મોબાઈલ સાથે ઈટલીને પકડી પાડ્યો


સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ અને ગીર સોમનાથમાં ચોરી, મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા આરોપી વિક્રમ ઉર્ફે ઈટલી મનુભાઈ મકવા (ઉ.વ.૩૭, રહે. મેરાવણ, તા.કેશોદ)ને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ૫૬,૦૦૦ના ૧૨ ચોરાઉ ફોન સાથે ઝડપી લીધો હતો. પકડાયેલો ઈટલી અગાઉ રાજકોટ શહેર, જિલ્લા, વેરાવળ અને કેશોદમાં ચોરી, ધમકી અને જુગાર સહિત નવ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે તેને શહેરના સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી દબોચી લઈ રૂા. ૫૬ હજારની કિંમતના ૧૨ મોબાઈલ કબજે કર્યા હતા.

પોલીસે જણાવ્યું કે, આરોપી અગાઉ રાજકોટ શહેર, ગોંડલ, ગીર-સોમનાથના વેરાવળ અને કેશોદ પોલીસ મથકમાં ચોરી, જુગાર, ધમકી સહિત ૯ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે પૂછતાછમાં આરોપીએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ તેમજ રાજકુમાર કોલેજ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાંથી, મોરબી અને જેતલસર રેલવે સ્ટેશન મની અલગ-અલગ ૧૨ જેટલા સ્થળોએથી મોબાઈલની ચોરી કરી હતી. આરોપી ભરબજાર, ભીડભાડવાળા એરીયા તેમજ ચાની હોટેલ અને મોલ વગેરે સ્થળોએ જઈ લોકોની નજર ચૂકવી ફોનની ચોરી કરતો હતો.