Loading Please Wait !!!
રાજકોટમાં રાત્રે ગોલાની મહેફિલ, રાતે 8 થી 12માં

  • રાજકોટિયન્સનું ગરમીમાં નવું રૂટિન : ડિનર પછી સીધા ગોલા પાર્લર !
  • 10 લાખની આઈસ ડિશ સફાચટ્ટ
  • રાત્રે 9થી 12માં મોટાભાગના સ્થળે લાંબી લાઇનો જોવા મળે છે
  • રાત્રે 8-12માં સિટીમાં 10 લાખના ગોલા-આઇસ ડિશ ખવાય છે
  • ચોકલેટથી લઈને રજવાડી આઈસ ડિશનો જાદુ
  • આલ્કલાઈન ગોલાનો ટ્રેન્ડ હિટ
  • 50 થી લઈ 1000 રૂપિયા સુધીના ગોલાનું ધૂમ વેંચાણ
  • ડ્રાયફ્રુટ્સ, માવા-મલાઈ ડિશ લોકોની ફેવરિટ

સિટી ન્યૂઝ@રાજકોટ : ઉનાળામાં રાત્રે બરફ ગોલા અને આઇસ ડિશ રાજકોટીયન્સનું રૂટિન બની ગયું છે. ગરમીના કારણે આ વર્ષે સિઝન મિડ માર્ચથી જ શરૂ થઈ ગઈ છે. જેના કારણે લોકોની ડિમાન્ડ પણ વધારે છે. આ વર્ષે નોર્મલ ગોલા અને આઇસ ડિશની સરખામણીએ ચોકલેટ, માવા ડ્રાઈફ્રૂટ અને એક્ઝોટિક ફ્રૂટ્સ ફ્લેવર લોકો વધુ પસંદ કરી રહ્યા છે. 70 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના 50થી પણ વધુ ગોલા-આઇસ ડિશના ઓપ્શન અવેલેબલ છે જેમાં આ વર્ષે આલ્કલાઈન વોટર ગોલા સૌથી વધુ ડિમાન્ડમાં છે. રાત્રે 8થી લઈને 12 સુધીમાં રાજકોટીયન્સ અંદાજે 10 લાખથી વધુના ગોલા-આઇસ ડિશ દરરોજ ખાઈ જાય છે.

આ વર્ષે નોર્મલ ગોલા કે આઇસ ડિશ કરતા ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, માવા-મલાઈ અને આઈસક્રીમવાળી આઇસ ડિશ લોકોને વધારે પસંદ આવી રહી છે. એક્ઝોટિક ડ્રાઈફ્રૂટ્સ કે જે તરબૂચની છાલનું બાઉલ બનાવી તેમાં સર્વ કરવામાં આવે છે જેથી તેમાં ફ્રૂટ-ગોલા બન્નેનો સ્વાદ એક સાથે માણી શકાય છે. આઈસક્રીમ, ડ્રાયફ્રૂટ્સ, અને ક્રીમની સાથેની આઇસ ડિશ પણ આ વખતે સૌથી ડિમાન્ડમાં છે આ આઇસ ડિશ પરિવારના 3 સભ્યો સરળતાથી ખાઈ શકે છે. આ વર્ષે રાજકોટમાં આલ્કલાઈન વોટરથી બનતા ગોળાનો ટ્રેન્ડ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. આલ્કલાઈન વોટરથી બનતો આઇસ ક્લિન હોય છે જેમાં ફ્લેવર્સનો સ્વાદ વધુ સારો આવે છે. આ વર્ષે આ ગોળાની ડિમાન્ડ સૌથી વધારે છે. રોજનો અંદાજે 150 કિલો બરફ તેના માટે યુઝ થાય છે.

- સમર આઇસ ડિશ ટ્રેન્ડિંગ ફ્લેવર

  • ચોકલેટ ડીપ - 250 રૂપિયા: ડાર્ક ચોકલેટ લેયર્સ સાથે ચોકો ચિપ્સ ગાર્નિશિંગ કરવામાં આવે છે.

- એક્ઝોટિક મિક્સ ફ્રૂટ

  • 200 રૂ, લીચી, ચેરી, સ્ટ્રોબેરી,પાઈનેપલ દરેક ફ્રૂટ પીસ સાથે ફ્લેવર્સ એડ કરાય છે.

- રજવાડી

  • 250 રૂપિયા, મિલ્ક મલાઈ, ડ્રાયફ્રૂટ્સ, ક્રીમ, આઇસ ક્રીમ સાથે સિરપ મિક્સ કરાય છે.