રાજકોટ કટારીયા ચોકનું કામ હજુ 17 મહિના ચાલશે: એજન્સીને છ નોટિસ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકા દ્વારા પશ્ચિમ રાજકોટના ગૌરવપથ કાલાવડ રોડ અને ન્યૂ રિંગ રોડ જંક્શન ખાતે કટારીયા ચોકમાં રૂ. ૧૧૭ કરોડના ખર્ચે નિર્માણાધિન આઈકોનિક કેબલ સ્ટેડ કલાય ઓવરબ્રિજ અને અંડરપાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તા.૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ થયાને હાલ સપ્ટેમ્બર-૨૦૨૫માં ૧૭ મહિના થયા છે અને વર્ક પ્રોજેક્ટ પ૧ ટકા છે. આ સ્થિતિ જોતા પ્રોજેક્ટ ૩૦ માસની સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવી શક્યતા નહીવત જણાઈ રહી છે.દરમિયાન એવું સામે આવ્યું છે કે રાજકોટ મહાપાલિકા અને આર.એન્ડ બી.વિભાગ વચ્ચે
સંકલનના અભાવે બ્રિજ પ્રોજેક્ટ અંતર્ગત લેવા પાત્ર થતી વિવિધ વચગાણાની મંજૂરીઓ સમયસર મળતી ન હોય પ્રોજેક્ટનું કામ ધૂમું ચાલી રહી છે. આ બ્રિજ પ્રોજેક્ટની કોન્ટ્રાક્ટર એજન્સીને મહાપાલિકા દ્વારા પ્રોજેક્ટના વિવિધ તબક્કે સમયાંતરે કુલ ૭ નોટિસ ફટકારીને કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા તાકિદ કરાઈ છે. માઈલ સ્ટોન-૩ મુજબ ૭૫ ટકા પ્રગતિના તબક્કા માટે ૬૮૪ દિવસનો સમયગાળો નિર્ધારિત છે. હાલની ફિઝિકલ પ્રોગ્રેસ ૫૧ ટકા છે. આ પ્રોજેક્ટ તેની નિર્ધારિત સમય તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા નહીવત છે.