Loading Please Wait !!!
રાજકોટના કાવ્ય ખીમાણીએ ધોરણ 10માં મેળવ્યો A1 ગ્રેડ


સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10 (SSC) ના પરિણામમાં રાજકોટ સ્થિત ડ્રાયફ્રુટના જાણીતા હોલસેલ વેપારી પરાગભાઈ પ્રવિણભાઇ ખીમાણી (બાંટવા વાળા) ના પુત્ર અને ધોળકિયા સ્કૂલ (ઈંગ્લીશ મીડીયમ) ના વિદ્યાર્થી કાવ્યએ પોતાની પ્રતિભાનો પરિચય આપતા 98.02 પર્સન્ટાઈલ (PR) સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે.

કાવ્યએ વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયોમાં 100 માંથી 98 ગુણ મેળવી, કુલ 600 માંથી 559 ગુણ પ્રાપ્ત કરીને ટોપર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેની આ અપ્રતિમ શૈક્ષણિક સિદ્ધિએ સમગ્ર ખીમાણી પરિવાર અને ધોળકિયા સ્કૂલનું નામ રોશન કર્યું છે. કાવ્યની આ ભવ્ય સફળતા પાછળ તેની અથાગ મહેનત, ચોક્કસ આયોજન અને પિતા પરાગભાઈ તથા માતા રેનાબેન ખીમાણી તેમજ સમગ્ર પરિવારનું સતત પ્રોત્સાહન રહેલું છે.

કાવ્યએ પોતાની આ સફળતાનો શ્રેય તેના માતા-પિતાના આશીર્વાદ અને ગુરુજનોના યોગ્ય માર્ગદર્શનને આપ્યો છે. આ સફળતા બદલ પરાગભાઈ ખીમાણી (મો. 9408663063) પર સ્નેહીજનો, મિત્રવર્તુળ અને વેપારી અગ્રણીઓ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભવિષ્યમાં પણ કાવ્ય ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરી સફળતાના નવા શિખરો સર કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે