Loading Please Wait !!!
રાજકોટ મહાપાલિકામાં ભરતી પર બ્રેક ! કોન્ટ્રાક્ટ માફિયાનું રાજ !

=> વર્ષોથી કામ છતાં કાયમી નહીં, કર્મચારીઓ સાથે ખુલ્લો અન્યાય
=> કોન્ટ્રાક્ટ કૌભાંડ ખુલાસો કોન્ટ્રાક્ટ કૌભાંડ
=> સિયા, અજમેર જેવી કંપનીઓને મહાપાલિકાની અંદર મલાઈની મિલીભગત ?
=> આરોગ્ય શાખા, હિસાબી શાખા, આઇસીડીએસ શાખામાં સૌથી વધુ કોન્ટ્રાક્ટ બેઝની જગ્યા ખાલી
=> 5 વર્ષથી પણ વધુ સમયથી કાયમી ભરતી થયેલ નથી !
=> આરોગ્ય શાખા, હિસાબી શાખા, આઇસીડીએસ શાખામાં સૌથી વધુ કોન્ટ્રાક્ટ બેઝની જગ્યા ખાલી

સિટી ન્યૂઝ@રાજકોટ 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં કોન્ટ્રાક્ટ આધારે ભરતીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વર્ષોથી અનેક વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં કાયમી ભરતી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેને કારણે “કોન્ટ્રાક્ટ કૌભાંડ” ની ચર્ચા ગરમાઈ છે.

ફરિયાદ મુજબ, આરોગ્ય શાખા, ICDS, હિસાબી વિભાગ સહિત અનેક જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી કામ કરી રહ્યા છે, છતાં તેમને કાયમી કરવાનો પ્રશ્ન અટકાવેલો છે. પાંચ વર્ષથી વધુ સમયથી સેવા આપતા કર્મચારીઓ હજુ અનિશ્ચિતતામાં જીવતા હોવાના આક્ષેપો છે. સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના અન્ય વિભાગોમાં ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તો રાજકોટ મનપામાં જ ભરતી કેમ અટકાવવામાં આવી છે? શું કોન્ટ્રાક્ટ સિસ્ટમના નામે કોઈ ગેરરીતિ ચાલી રહી છે?

ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા શરૂ થતી નથી, જેના કારણે બેરોજગાર યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. આ સમગ્ર મામલે મનપા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર આ મુદ્દે ક્યારે જાગશે? શું ભરતી પારદર્શક રીતે થશે કે પછી કોન્ટ્રાક્ટનો ખેલ જ ચાલુ રહેશે?

=> 5 વર્ષથી પણ વધુ સમયથી કાયમી ભરતી થયેલ નથી !
> હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે
> ખાલી જગ્યાઓ ભરાશે ક્યારે?
> કોન્ટ્રાક્ટ પાછળની સચ્ચાઈ બહાર આવશે?
> અને જવાબદાર સામે કાર્યવાહી થશે કે નહીં?