Loading Please Wait !!!
રાજકોટ તાલુકા હેલ્થ ઓફિસના આઉટ સોર્સ ક્લાર્ક સામે 16.59 લાખની ઉચાપતની ફરિયાદ

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં શ્રોફ રોડ ઉપર કલેક્ટર ઓફિસ પાસે તાલુકા હેલ્થ ઓફિસના આઉટસોર્સિંગ ક્લાર્કએ નિવૃત અને બદલી પામેલા કર્મચારીના નામે ખોટા બિલો બનાવી લાખો રૂપિયા ઉપાડી લઈ કૌભાંડ કર્યાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ઓડિટ દ્વારા તપાસ કરતા ક્લાર્કનો ભાંડો ફૂટી જતા પ્રદ્યુમન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી છે. રાજકોટ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને ઇન્ચાર્જ વહીવટી કમ હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. જયેશભાઈ ગીરધરભાઈ પોપટે આઉટસોર્સિંગ જુનિયર ક્લાર્ક પરેશભાઈ ચમનભાઈ ચૌહાણ વિરુદ્ધ ૧૬.૫૯ લાખ રૂપિયાની સરકારી રકમની ઉચાપત કરવા અંગે પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ દરમિયાન કચેરીના લોકલ ફંડનું ઓડિટ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પરેશ ચૌહાણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને અન્ય કર્મચારીઓના હકના તેમજ સરકારી નાણાં ખોટી રીતે પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા.