Loading Please Wait !!!
રાજકોટની રોયલ લાઈફ કાર ખરીદીમાં ત્રીજા સ્થાને

=> ગુજરાતમાં સુરત નંબર-1 | ગુજરાતમાં 5 મહિનામાં 6 લાખથી વધુ વાહનોનું વેંચાણ થયું
=> શોખમાં નંબર વન રાજકોટીયન્સ; ઓટો ઇન્ડસ્ટ્રી મંદીમાં પૂરપાટ દોડી
=> સમગ્ર દેશમાં કાર વંચાણમાં ગુજરાત ત્રીજા સ્થાને: કાર ખરીદીનો ભારે ક્રેઝ

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાતીઓ વૈભવી લાઈફસ્ટાઈલ અને વાહનોના શોખીન હોવાની વાત ફરી એકવાર સાબિત થઈ છે. દેશમાં કારના સૌથી વધુ વેચાણ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ૫ મહિનાના ટૂંકા ગાળામાં જ રાજ્યમાં વાહનોની રેકોર્ડબ્રેક ખરીદી નોંધાઈ છે, જે દર્શાવે છે કે ઓટોમોબાઈલ સેક્ટરમાં ગુજરાત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ૫ મહિનામાં ૬ લાખથી વધુ વાહનોનું વેચાણ આંકડાઓ મુજબ, ગુજરાતમાં છેલ્લા ૫ મહિનામાં કુલ ૧.૬૨ લાખ નવી કાર સહિત અંદાજે ૬ લાખથી વધુ વિવિધ વાહનોનું વેચાણ થયું છે.આ આંકડો રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને લોકોની ખરીદશક્તિનો જીવંત પુરાવો છે. ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને સેક્ટરમાં કંપનીઓને આ વર્ષે બમ્પર રિસ્પોન્સ મળ્યો છે અને ડીલરશીપ પર ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. રજિસ્ટ્રેશનમાં સુરત નંબર ૧, અમદાવાદ બીજા સ્થાનેરાજ્યમાં વાહનોના રજિસ્ટ્રેશનની વાત કરીએ તો ડાયમંડ સિટી સુરત આ વર્ષે સૌથી મોખરે એટલે કે પ્રથમ સ્થાને રહ્યું છે. સુરતીઓએ વાહનોની ખરીદીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ યાદીમાં મેગા સિટી અમદાવાદ બીજા સ્થાને અને રંગીલું રાજકોટ ત્રીજા સ્થાન પર નોંધાયું છે. ગુજરાતના આ અગ્રણી શહેરોમાં વધી રહેલું વાહનોનું પ્રમાણ ઓટો ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ પ્રોત્સાહક માનવામાં આવી રહ્યું છે.