રાજકોટથી બાય રોડ ટૂ લંડન
=> ઐતિહાસિક પ્રવાસ: 18 દેશ 18 હજાર કિલોમીટર
=> છ મહિનાથી તૈયારી કરી, દરેક કન્ટ્રીના વિઝા અને બાઈકની પરમિટ લીધી
=> ઇ-વેસ્ટ અંગે જાગૃતિ લાવવા માટે યાત્રા શરૂ કરી
=> કુલ 3 રાઇડર છે જેમાંથી ટુ રાઇડર ચાઇના કોસ કરી ચૂક્યા છે: 2 રાજકોટ અને એક મુંબઈથી છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના બે બાઈકર્સ ૫૪ દિવસમાં ૧૮,૮૦૪ કિલોમીટરનું અંતર કાપી લંડન પહોંચશે. જેમાં બેટરી નિકાલ એટલે કે ઇ વેસ્ટ અંગે જાગૃતિ લાવવા માટે ૧૮ થી ૨૦ દેશોની યાત્રા કરશે. જે અંગે રાઇડર્સ જીવા પરમારે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૫ વર્ષથી બાઈક રાઈડિંગ કરું છું. મારી હોબી રાઇડ કરવાની છે. ઓલ ઇન્ડિયા ઉપરાંત ભુતાન અને નેપાળમાં ઇન્ટરનેશનલ રાઈડ કરેલી છે. હવે એવો વિચાર આવ્યો છે કે ઇન્ટરનેશનલ લાંબી રાઇડ કરવી છે. આ રાઇડ માટે અમે છેલ્લા છ મહિનાથી તૈયારી કરતા હતા. જેમાં દરેક કન્ટ્રીના વિઝા અને બાઈકની પરમિશન સહિતની બાબતો હતી.
અમે અમારી યાત્રા દરમિયાન ૨૦ જેટલા દેશો ક્રોસ કરશું. અમારી હાઈ માઉન્ટેઇન, મેડિસન અને ટૂલ કિટ્સ સહિતની ચીજ વસ્તુઓ લઈ જઈ રહ્યા છીએ. રસ્તામાં અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં અમારે પેટ્રોલ લઈને જવું પડશે, જેમાં ૪૦૦ કિલોમીટર સુધી પેટ્રોલ નહીં હોય. અમારે ૬ રાઇડર છે. જેમાંથી ૩ રાઇડર ચાઇના ક્રોસ કરી ચૂક્યા છે, અમે ૨ રાજકોટ અને એક મુંબઈથી છે. 30 મે ના સવારે ૫ વાગ્યે અમારી રાઇડ શરૂ થશે.