Loading Please Wait !!!
રાજકોટ TRP કાંડ-2ની રાહ જોવે છે : મહાપાલિકા નિષ્ફળ?

દિલ્હી અગ્નિકાંડ બાદ મનપા તંત્ર હજુ ઊંઘમાં
ચેકિંગ જરૂરી શહેરની હોટેલમાં હોનારત આવશે : 50% હોટેલોમાં ફાયરની સુવિધા નથી
  • ઈમરજન્સી એક્ઝિટનો અભાવ
  • સાંકડો એન્ટ્રી પોઈન્ટ
  • જોખમી સીડી
  • સાધનોનો અભાવ

સિટી ન્યૂઝ@રાજકોટ

દિલ્હીના માલવીય નગર સ્થિતિ ફલોરિશ સ્ટે બી એન્ડ બી હોટલમાં લાગેલી આગમાં ૨૧ લોકો ભૂંજાયા હતા. હોટલ સાંકડી શેરીમાં, વાયરોની જાળ, મંજૂરી વગર વધારે રૂમ બનાવી દેવાયા હતા, ફાયર એનઓસી ન હતી તથા એક્ઝિટ ગેટ પણ ન હતો, જેને લઈને રાજકોટની હોટલો પર પણ સવાલ ઉઠ્યા છે.

શહેરની અલગ અલગ હોટલોમાં મોટાભાગની હોટલોમાં ફાયર સેફ્ટીના સાધનો તો દૂર, પૂરતી જગ્યા કે ઇમરજન્સી એક્ઝિટ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો.

અનેક હોટલો ચોથા અને પાંચમા માળે આવેલી છે અને તેની નીચે કોમર્શિયલ એક્ટિવિટી થતી હોવાથી આગ જેવી દુર્ઘટના સમયે ગ્રાહકો માટે બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય તેવી સ્થિતિ હોય.

દિલ્હીની હોટલમાં આગ લાગી તેવી આગ જો રાજકોટની કોઈ હોટલમાં લાગે તો લોકોને બચાવવા લગભગ મુશ્કેલ થઈ જાય તેમ છે.

મોટાભાગની હોટલો ચોથા અને પાંચમાં માળે હોવાથી આગની ઘટનામાં સ્વબચાવ કરવો મુશ્કેલ છે.

શહેરની હોટેલોમાં હોનારત : ક્યાંક ફાયરની સુવિધા નથી, તો ક્યાંક સંકટ સમયે ઉતરવા સાંકડી સીડી

  • ઈમરજન્સી એક્ઝિટનો અભાવ, નીચે કોમર્શિયલ એક્ટિવિટી, ફાયરના સાધનો પણ નામ પૂરતાં

  • જોખમી સીડી: સીડી એટલી સાંકડી છે કે એક સમયે માત્ર એક જ વ્યક્તિ અવર-જવર કરી શકે છે.

  • એક્ઝિટ ગેટનો અભાવ: ઇમરજન્સી સમયે બહાર નીકળવા માટે કોઈ અલગ એક્ઝિટ દરવાજો નથી.

  • સાધનોનો અભાવ: ફાયર એલાર્મ, સ્મોક ડિટેક્ટર કે સ્પ્રિંકલર જેવી સુવિધા નથી.

  • નકામું અગ્નિશામક: એકમાત્ર એક્સટિંગ્યુશર પણ એક્સપાયર થઈ ગયું છે.

  • અવરોધિત રસ્તો: સીડી પર કચરાના ઢગલા હોવાથી લિફ્ટ પર નિર્ભર રહેવું પડે છે.

  • એક્ઝિટ ગેટ પણ નથી.

  • બંધ ઈમરજન્સી એક્ઝિટ: હોટલનો એક્ઝિટ ગેટ બહારથી બંધ હતો.

  • કચરાનો ભરાવો: એક્ઝિટ દરવાજાની પાછળ ગાદલા, બોટલો અને કચરાના ઢગલા ખડકાયેલા છે.

  • તમામ નિયમો નેવે મૂકી મંજૂરી અપાય છે

  • રેફ્યુઝ એરિયા : આગ જેવી ઘટના માટે વિવિધ ફ્લોર પર એક મોટી અગાસી હોવી જોઈએ જ્યાં લોકો એકઠા થઈ જીવ બચાવી શકે, ફાયરના જવાન સરળતાથી લોકોને બહાર કાઢી શકે.

  • ૩૫૦૦ ચો.મી. ઓછામાં ઓછી જગ્યા : હોટલ બનાવવા માટે ૩૫૦૦ મીટરની ઓછામાં ઓછી જગ્યા જોઈએ, ૩૦ ફૂટના રોડ પર આ જગ્યા આવેલી હોવી જોઈએ.

  • પાર્કિંગ : હોટલની એફએસઆઈથી ૫૦ ટકા જેટલું પાર્કિંગ હોવું જોઈએ.

  • સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ : મોટી હોટલે પોતાના સ્વખર્ચે તેમના સુએજને ટ્રીટમેન્ટ કરવા માટે પ્લાન્ટ તૈયાર કરવાનો રહેશે.

નિયમ વિરુદ્ધ જણાશે તો કાર્યવાહી કરવી જોઈએ !