Loading Please Wait !!!
રાજૂલાના મોટા આગરીયામાં મધરાત્રે ત્રણ સિંહો ઘૂસ્યા

 

» શિકારની શોધમાં શ્વાન અને આખલા પાછળ દોટ મૂકી

સિટી ન્યૂઝ | ધર્મેશ મહેતા-રાજૂલા

અમરેલી જિલ્લાના રાજૂલા તાલુકાના મોટા આગરીયા ગામે મધરાત્રે સિંહો આવી જતા અફરાતફરી મચી ગઈ હતી. મધરાત્રિના સમયે અચાનક ત્રણ સિંહો શિકારની શોધમાં ગામના મુખ્ય રોડ અને શેરીઓ વિસ્તારમાં આવી ચડ્યા હતા. સિંહોને જોઈ પશુઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી. શિકારની શોધમાં મોટા આગરીયા ગામની શેરીઓમાં લટાર મારી રહેલા ત્રણેય સિંહોએ શ્વાન અને આખલાને દોટ મૂકી હતી. જેના કારણે ગામની બજારમાં થોડો સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ સિંહો ગામમાં ઘૂસીને શિકાર પાછળ દોડ્યા હોવાની આ સમગ્ર ઘટના ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા. આ વિસ્તારમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તાર સુધી આવી ચડતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.