ગુજરાતમાં ‘અનામત હટાવો કેમ્પેઈન’ શું કહ્યું આગેવાનોએ
- પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગવાનેએ કહ્યું જરૂરિયાતમંદને લાભ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
- જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો જનતા પાસે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં.
લક્ષ્મણ પટેલ (SPG અધ્યક્ષ)
આદિવાસી અને અનુસૂચિત સમાજને મળેલી અનામત કોઈપણ સંજોગોમાં હટાવવી જોઈએ નહીં.
અનંત પટેલ
કોંગ્રેસ ધારાસભ્ય
અનામતની સારી-ખરાબ અસરો અને તેની મૂળ ભાવનાને ધ્યાનમાં રાખીને પુન સમીક્ષા થવી જોઈએ.
અમુભા જાડેજા
ક્ષત્રિય આગેવાન
Class-1 ઓસિફર બની ગયેલા, સફળ ઉદ્યોગપતિઓ કે આર્થિક રીતે સક્ષમ લોકોના બાળકો અને વંશજોએ અનામતનો લાભલેવાનું સ્વયંભૂ બંધ કરવું જોઈએ.
અલ્પેશ કથીરિયા
પાટીદાર આગેવાન
હું ૧૦૦ ટકા આ કેમ્પેઈનના સમર્થનમાં છું. રાષ્ટ્રના છેવાડાના ઘર સુધી અનામતનો લાભ પહોંચે તેવી રીતેની નીતિ હોવી જોઈએ.
વ્રજેશ પટેલ
પાટીદાર આગેવાન
હું હાલની અનામત વ્યવસ્થાના પુનર્વિચાર અને તબક્કાવાર સમાપનના પક્ષમાં છું.
તૃપ્તિબા રા્રોલ
ક્ષત્રિય મહિલા આગેવાન
મારા મતે પાટીદાર સમાજના કેટલાક વર્ગોને અનામત ફટકાવવી હોવાથી આંદોલન ઉભું કરાયું છે.
બળદેવજી ઠાકોર
ઠાકોર સમાજના નેતા
મારું પોતાનું માનવું છે કે, અનામત નીતિની દર ૧૦ વર્ષે સમીક્ષા થવી જોઈએ.
દિનેશ બાંભણિયા
પાટીદાર આગેવાન
આર્થિક રીતે સક્ષમ લોકોને અનામતનો લાભ મળવાના બદલે જરૂરિયાતમંદને મળે તે જરૂરી.
અશ્વિન ત્રિવેદી
બ્રાહ્મણસમાજના આગેવાન
સિટી ન્યૂઝ@ગાંધીનગર
‘દેશભરમાં જુલાઈ મહિનાના પ્રારંભથી જ સોશિયલ મીડિયા પર ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ (RHA)એ વેગ પકડ્યો છે. આ પર્જને અત્યાર સુધીમાં કુલ ૫.૯ મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. હવે તેની અસર ગુજરાતમાં પણ થઈ રહી છે. પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોએ આ કેમ્પેઈનને સમર્થન આપતા કહ્યું છે, અનામત નીતિની ૧૦ વર્ષે સમીક્ષા કરવામાં આવે અને જરૂરિયાતમંદને લાભ મળે તે રીતની વ્યવસ્થા કરવી જોઈએ.
તો બીજી તરફ આદિવાસી અને ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે કે, શિક્ષણ, સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત યથાવત રાખવી જોઈએ. અનામત હટાવવાની વાત કરનારાઓનો હેતુ શું છે તે સમજાતો નથી. આ સમગ્ર ઝુંબેશ RSS અને ભાજપના દોરીસંચારમાં ચાલી રહી છે.
પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે, અનામત નીતિની સમીક્ષા કરી સુધારા થવા જોઈએ. જે મુવમેન્ટ ચાલી રહી છે, તે એક વ્યક્તિએ મુકેલા વિચારથી શરૂ થઈ છે અને તેમાં સમસ્ત ભારતના લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. અનામતમાં
જે ખામીઓ છે, કેટલીક કેટેગરીના લોકોને મળતા લાભો અને અત્યાર સુધી મળેલા લાભો સહિત તમામ બાબતો પર વિચાર થવો જોઈએ. આ કેમ્પેઈનમાં રાજકીય હાથ કે દોરીસંચાર છે કે નહીં તે સમય જતા ખબર પડશે. સરકારને અંગે વારંવાર રજૂઆત કરી છે કે આર્થિક નબળા વર્ગને ખાસ પ્રાયોરિટી આપવામાં આવે અને કોઈપણ કેટેગરીમાં આવતા યુવાનોનો આર્થિક ધોરણોજીબ અનામત આપવામાં આવે. હાલ જે વ્યવસ્થા ચાલી રહી છે તેમાં સુધારાની જરૂર છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા વ્રજેશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી અનામત હટાવો કેમ્પેઈનમાં યુવાનોની લાગણી અને દેશના લોકો પોતાના વિચારો મૂકી રહ્યા છે. રિઝર્વેશનની પદ્ધતિનું આકલન કરી બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે સુધારા થવા જોઈએ.
અનામતોનો લાભ જરૂરિયાતમંદના ઘર સુધી પહોંચવો જોઈએ. જાતિ વ્યવસ્થાની વાત કરીએ તો દુનિયામાં બે જ જાતિ છે. એક અમીર અને એક ગરીબ. ગરીબનું હંમેશા શોષણ થયું છે અને અમીરોએ લાભ મળતા રહ્યા છે. અનામતમાં પણ આ જ પરિસ્થિતિનું સતત રિપિટશન થઈ રહ્યું છે. અમારી માંગણી છે કે, પોતાની નૈતિક જવાબદારી અને હિમ્મત દાખવે. આ
વિષયમાં તમામ સમાજવર્ગોને સાથે રાખીને અનામતની સમીક્ષા અને સુધારા કરવાની તૈયારી દાખવવી જોઈએ.
રાજકીય દોરીસંચાર અંગે વરૂણ પટેલે જણાવ્યું કે, ભારતમાં અત્યારે કોઈપણ એવી રાજકીય પાર્ટી નથી કે જે આટલું મોટું કેમ્પેઈન ચલાવી શકે. જાતિગતના કેમ્પેઈન હોય કે રિઝર્વેશન હટાવો, આ કોઈ રાજકીય પાર્ટીની તાકાત હોય એવું મને લાગતું નથી. આ રાષ્ટ્રના યુવાનોની તાકાત છે.
હાલમાં જે મુવમેન્ટ ચાલી રહી છે તેને અમે સપોર્ટ કરીએ છીએ. આપણા સમાજની પણ બેઠક યોજવાની છે. બિનઅનામત કમિટીની બેઠકમાં આ તમામ મુદ્દો પર ચર્ચા કરવામાં આવશે. હાલમાં આ સમય મુદ્દો પ્રાથમિક તબક્કામાં છે અને સોશિયલ મીડિયા પર જે કેમ્પેઈન ચાલી રહ્યું છે તેનું પરિણામ આવવું જોઈએ. આ કેમ્પેઈનમાં કાંઈ ખોટું નથી.
આ અભિયાન પાછળ કોઈ રાજકીય એજન્ડા છે કે નહીં તે અંગે પૂરતા પુરાવા વિના કોઈ નિષ્કર્ષ આપવો યોગ્ય નથી. કોષિમન જનઆંદોલન ત્યારે જ સફળ બને છે, જ્યારે તે લોકોની વાસ્તવિક લાગણીઓ સાથે જોડાયેલું હોય. જો તેનો હેતુ નીતિમાં સુધારા અને રાષ્ટ્રહિત હોય તો સ્વાગત યોગ્ય છે.