શ્વેતા તિવારીને દરેક પુરુષ સાથે અફેર હતું
ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીનો વિસ્ફોટક આરોપ
સિટી ન્યૂઝ@મુંબઈ
ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીએ તેના પર ઘણા અફેર હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. રાજાએ દાવો કર્યો છે કે, તેનું ‘કસૌટી જિંદગી કી’ના કો-એક્ટર સેઝાન ખાન સાથે પણ અફેર હતું અને એક્ટ્રેસે તેની સામે આ કબૂલ પણ કર્યું હતું.
રાજા ચૌધરીએ સિદ્ધાર્થ કાનનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ફક્ત સેઝાન ખાન જ નહીં, શ્વેતાના બીજા ઘણા લોકો સાથે પણ અફેર હતા. મને લાગે છે કે તેનું દરેક વ્યક્તિ સાથે અફેર હતું.’
તેણે આગળ કહ્યું, ‘મેં તે સમયે જે જોયું, તેનાથી તે સાબિત પણ થયું. તે તેના (સેઝાન ખાન) સાથે કામ કરી રહી હતી, તેના ઘરમાં રહી રહી હતી. અમારા એક કોમન મિત્ર સામે તેણે કબૂલ પણ કર્યું છે, તે તેની સાથે અહીં આવતી હતી. એટલું જ નહીં, તેણે (સેઝાનને) મારી સામે કબૂલ કર્યું કે, હા, અમારું અફેર છે, તારામાં હિંમત હોય તો આવી જા મારા ઘરે કોલીવાડા. મેં તેને કહ્યું કે, શું હવે હું તારી સાથે આ લડાઈ-ઝઘડા કરવા બેસીશ? પોતાના જ સિક્કામાં ખોટ છે. પરંતુ શ્વેતાએ ક્યારેય કબૂલ કર્યું નહીં.’
बातचीतમાં રાજા ચૌધરીએ એવો પણ દાવો કર્યો છે, ઘણી વાર તે શ્વેતાની ટીવી શોના સેટ પર ગયો હતો, ત્યારે તે સેટ પર નહોતી હોતી અને સેઝાન સાથે બહાર રહેતી. પૂછવા પર કહેતી કે ડબિંગ છે, પરંતુ જ્યારે રાજાએ ડબિંગ કરનારાઓને પૂછ્યું તો જવાબ મળ્યો કે, કોઈ ડબિંગ ચાલી રહ્યું નથી. રાજાએ એવો પણ દાવો કર્યો કે, ‘શ્વેતા લાંબા સમય સુધી રોડ કિનારે સેઝાન સાથે કાસમાં સમય વિતાવતી હતી.’