Loading Please Wait !!!
શિવરાજપુર પાસે ટ્રકમાંથી 108 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સ ઝડપાયા



સિટી ન્યૂઝ@જસદણ : જસદણના શીવરાજપુર ગામના પાટીયા પાસે જય વિહળનાથ હોટલ પર રૂરલ એસઓજીની ટીમે સૌથી મોટી કાર્યવાહી કરી હતી. જય વિહળનાથ હોટલ પાસે વોલ્ટ થયેલ માલવાહક ટ્રકમાં ગાંજો હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં મસમોટો રૂ.54.16 લાખનો 108 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ સાથે રાજુ ઇશ્વર ચૌહાણ (રહે. રાજપરા ગામ, બોટાદ),  કાદરશા ઉર્ફે કાદરબાપુ કાસમશા શેખ (રહે. કાલાવાડ કાશ્મીર પરા, એચ.કે. જોખીયા પાન સેન્ટરની બાજુમાં) અને  નરેશ ઉર્ફે હરી ઇશ્વર લીંબડીયા (રહે. રાજપરા ગામ, બોટાદ) ની ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજીની ટીમે ગાંજાનો જથ્થાનો 108 કિલો 331 ગ્રામ રૂ.54,16,550, મોબાઇલ નંગ-03, માલવાહક ટ્રક  મળી કુલ કિ.રૂ.84,31,550 નો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.ત્રણેય શખ્સો ટ્રક લઈ ઓડીસા ફેરો મારવા ગયાં ત્યાંથી ઓડીસાના અલેખા બીસનું બહેરા નામના શખ્સે ગાંજો ભરી આપ્યો હતો અને તે ગાંજાનો જથ્થો કાલાવડના મહમદરફીક અસરફભાઇ લોદી અને અબ્દુલલતીફ ઓસમાણભાઇ સમાને સપ્લાય કરવાનો હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી.

જે અંગેની કામગીરી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા, એએસઆઇ પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ, વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, પીયુષભાઇ અઘેરા, નૈમીષભાઇ મહેતા, મયુરભાઇ વિરડા, ચંદુભાઇ પલાળીયા તથા કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, નવદિપભાઇ બાબરીયા, પુથ્વીરાજસિંહ ડોડીયા, નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે.